Site icon

ગટરમાંથી બહાર કાઢેલો કચરો ફરી પાછો ગટરમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં સતીશ કૌશિકનો પેલો ડાયલૉગ યાદ છે? 'ગઈ ભેંસ પાની મેં.' મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કામ પણ હમણાં કંઈક આવું જ ચાલી રહ્યું છે. એક બાજુ કોરોનાની બીમારીને કારણે લોકો હેરાનપરેશાન છે ત્યાં તાઉતે વાવાઝોડાએ અણગમતા મહેમાનની જેમ આવી પરિસ્થિતિ વધારે બગાડી દીધી.

વાસ્તવમાં વરસાદની સિઝન શરૂ થતાં પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએમસી ગટર અને નાળાં સાફ કરી રહી હતી. કામ બરાબર આગળ વધી રહ્યું હતું અને ગટરમાંનો કચરો બીએમસીએ બહાર પણ કાઢીને નાખ્યો હતો, જેથી ભીનો કચરો સુકાઈ જાય અને પછી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે.

બીએમસી એના આ કામકાજમાં આગળ વધે એ પહેલાં જ વાવાઝોડાને લીધે આવેલા વરસાદને કારણે કચરો ફરી પાછો ગટરમાં જ‌ઈને ભળી ગયો અને બીએમસીની મહેનત પર વાવાઝોડું ફરી વળતાં એપાલિકા જ્યાં હતી ત્યાં ને ત્યાં આવીને પાછી ઊભી રહી ગઈ.

વરસાદ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે એવામાં તેઓ મહિના, બે મહિનાથી ચાલતી ગટરની સાફસફાઈનું કામને કેવી રીતે હવે ગણતરીના દિવસોમાં પૂરું કરશે એ જોવા રહ્યું.

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version