Site icon News Continuous Bureau | Mumbai

વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ અનેક દુકાનો ખોલવાનો સમય વધારી આપવાથી લઈને મૉલ, હૉટેલોને  રાહતો આપી છે. લાંબા સમયથી મુંબઈના બંધ રહેલાં ઉદ્યાનો તથા મેદાનોને પણ ખુલ્લાં મૂકી દેવાની માગણી થઈ રહી હતી. છેવટે 16 ઑગસ્ટ, સોમવારના એટલે કે આજથી મુંબઈ મહાનગરપાલિકાએ  મુંબઈગરા માટે બગીચા, ચોપાટી અને દરિયાકિનારા ખુલ્લા મૂકી દીધા છે.

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે

કોરોના પ્રતિબંધક નિયમ હેઠળ અત્યાર સુધી બગીચા, ચોપાટી તથા દરિયાકિનારા પર ફરવાનું પ્રતિબંધિત હતું. જોકે હવે મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. લાંબા સમયથી મુંબઈના બગીચા, ઉદ્યાનો, ખુલ્લાં મેદાનો તથા ચોપાટીઓને ખુલ્લાં મૂકવાની માગણી થઈ રહી હતી. એથી મુંબઈ મનપાએ આજે સવારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બગીચા, બીચ, ચોપાટીઓને ખુલ્લાં મૂકવાની જાહેરાત કરી છે. સવારના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ સ્થળો નાગરિકો માટે ખુલ્લાં રહેશે.

Kurla Ganesh Murti Collapse આગમન સોહળામાં મોટી દુર્ઘટના! કુર્લામાં 15 ફૂટ ઊંચી બાપ્પાની મૂર્તિ અચાનક ઢળી પડી; ભક્તોમાં નાસભાગ મચી, 2 ઘાયલ
Mumbai Coastline Climate Risk Assessment મુંબઈ ડૂબવાની અણી પર? અરબી સમુદ્રની સપાટી વધતાં BMC એક્શનમાં, 149 કિમી કોસ્ટલ બેલ્ટનું શરૂ કરાશે સેફ્ટી ઓડિટ
ISKCON Govindas FDA Action કિચનમાં ભારે ગંદકી અને નિયમોનો ભંગ જુહૂ ઇસ્કોન સ્થિત ગોવિંદાસના 3 આઉટલેટ્સનું લાયસન્સ સસ્પેન્ડ, ફૂડ સેમ્પલ્સ તપાસ હેઠળ
Lalbaugcha Raja 2026 First Look લાલબાગચા રાજા ૨૦૨૬ ફર્સ્ટ લૂક આ તારીખે થશે જાહેર ભક્તોમાં અનોખો ઉત્સાહ, જાણો આ વખતે શું હશે ખાસ
Exit mobile version