Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, મુંબઈ શહેરનાના બે આ’ પાર્ક બનશે ‘ગ્લો ગાર્ડન’.. થશે સૌર્દયકરણ.. જુઓ તસવીરો 

Garden glow park planned for veer baji prabhu garden and Veer Kotwal Park

અરે વાહ, મુંબઈ શહેરના બે આ' પાર્ક બનશે 'ગ્લો ગાર્ડન'.. થશે સૌર્દયકરણ.. જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાદર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક વિસ્તારમાં દરિયા કિનારે આવેલ વીર બાજી પ્રભુ ગાર્ડન (નારિયેળ બગીચો)નું હવે સૌંદર્યકરણ થવા જઈ રહ્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ પાર્કને ગ્લો ગાર્ડન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. એટલે કે પાર્કમાં વિવિધ ઈલેક્ટ્રીક લાઈટો દ્વારા રંગબેરંગી નજારો જોવા મળશે. આ મુંબઈનું પહેલું ગ્લો ગાર્ડન હશે.

Join Our WhatsApp Channel

દાદર સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ પાસે અને ચોપાટીની બાજુમાં આવેલ વીર બાજી પ્રભુ દેશપાંડે ગાર્ડન હવે મુંબઈ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય સદા સરવણકરના સૂચન મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના જી નોર્થ વિભાગે વીર બાજી પ્રભુ દેશપાંડે ગાર્ડનને બ્યુટિફિકેશનના કામોમાં સામેલ કર્યું છે. આ પાર્કને હવે ગ્લો ગાર્ડન તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આવતીકાલે, પશ્ચિમ રેલવે લાઇન પર બોરીવલી-ગોરેગાંવ વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક..

મુંબઈનો પહેલો ગ્લો ગાર્ડન

BMCએ આ માટે ટેન્ડર મંગાવ્યા છે. કોન્ટ્રાક્ટરની નિમણૂક બાદ કામ શરૂ થશે. ગ્લો ગાર્ડનમાં વિવિધ ઇલેક્ટ્રિક લાઇટિંગ થીમનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં પશુ, ફૂલો, પક્ષીઓ અને અન્ય કલાકૃતિઓ દ્વારા જમીન, ખુલ્લા ઓડિટોરિયમ, દિવાલ, વૃક્ષ વગેરે પર આકર્ષક લાઈટો લગાવવામાં આવશે. જેના પગલે આ પાર્ક રાત્રી દરમિયાન વધુ ઝળહળી ઉઠશે. BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં આવો કોઈ ગ્લો ગાર્ડન નથી. તેઓનું માનવું છે કે આ મુંબઈનો પહેલો ગ્લો ગાર્ડન હશે.

ધારાવીના વીર કોટવાલ ઉદ્યાનને પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે

બ્યુટીફિકેશન અંતર્ગત આ પાર્કને ગ્લો ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે ધારાવીના વીર કોટવાલ ઉદ્યાનને પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે. જી નોર્થ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સપકાળેના માર્ગદર્શન હેઠળ રસ્તાઓને પણ આકર્ષક લાઈટોથી શણગારવામાં આવશે. ઇલેક્ટ્રિક લાઇટિંગની આ તકનીકનો ઉપયોગ વિવિધ ઇલેક્ટ્રિક થાંભલાઓ પર પણ કરવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન વિસ્તારમાં ઇલેક્ટ્રિક થાંભલા પર જસવંદના ફૂલની પ્રતિકૃતિ અને સિદ્ધિવિનાયક મંદિર વિસ્તારમાં ગણપતિની પ્રતિકૃતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Gorai Beach Incident ગોરાઈ બીચ પર દરિયામાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ૨૫ વર્ષીય યુવકને પોલીસે સ્થાનિકોની મદદથી બચાવ્યો
Jarimari Scrape Market Fire મુંબઈ એરપોર્ટ રનવે નજીક જરીમરીના સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટાથી દોડધામ, સદનસીબે જાનહાનિ ટળી
Mumbai Cyber Fraud Digital Arrest Case ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે મુંબઈની ૮૮ વર્ષીય વૃદ્ધા સાથે ₹૧.૫૫ કરોડની છેતરપિંડી ૬ મહિનાથી ફરાર ૨ સાયબર ઠગો ચેમ્બુરથી ઝડપાયા
Exit mobile version