ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત અને કોવિડ-19ના દર્દી માટે સમર્પિત કસ્તુરબા હૉસ્પિટલના એક બિલ્ડિંગમાં શનિવારે સવારના એક વૉર્ડમાં LPG ગૅસ લીકેજ થતાં દોડાદોડ થઈ ગઈ હતી. અફરાતફરી મચી ગઈ હતી. મુંબઈ મનપાના ડિઝાસ્ટર ખાતાના જણાવ્યા મુજબ ચિંચપોકલીમાં સાને ગુરુજી માર્ગ પર આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં બિલ્ડિંગ નંબર 148માં સવારના આ બનાવ બન્યો હતો. જેમાં લગભગ 11.34 વાગ્યે એક વૉર્ડમાં LPG ગૅસ લીકેજ થવાની ફરિયાદ આવી હતી. એથી હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીની સાથે જ તેમના સગાસંબંધીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. હૉસ્પિટલ પ્રશાસને તુરંત બિલ્ડિંગને ખાલી કરાવી હતી અને દર્દીઓને બીજા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.
