Site icon News Continuous Bureau | Mumbai

શૉકિંગ! મુંબઈની આ મોટી હૉસ્પિટલમાં ગૅસ લીકેજ, કોવિડના દર્દીઓમાં ગભરાટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત અને કોવિડ-19ના દર્દી માટે સમર્પિત કસ્તુરબા હૉસ્પિટલના એક બિલ્ડિંગમાં શનિવારે સવારના એક વૉર્ડમાં LPG ગૅસ લીકેજ થતાં દોડાદોડ થઈ ગઈ હતી. અફરાતફરી મચી ગઈ હતી. મુંબઈ મનપાના ડિઝાસ્ટર ખાતાના જણાવ્યા મુજબ ચિંચપોકલીમાં સાને ગુરુજી માર્ગ પર આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં બિલ્ડિંગ નંબર 148માં સવારના આ બનાવ બન્યો હતો. જેમાં લગભગ 11.34 વાગ્યે એક વૉર્ડમાં LPG ગૅસ લીકેજ થવાની ફરિયાદ આવી હતી. એથી હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીની સાથે જ તેમના સગાસંબંધીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. હૉસ્પિટલ પ્રશાસને તુરંત  બિલ્ડિંગને ખાલી કરાવી હતી અને દર્દીઓને બીજા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.

મુખ્ય પ્રધાને જે પુલનું ઉદ્ઘાટન કર્યું એના પરથી માત્ર લાઇટ વાહનો જઈ શકે છે, હેવી વાહન નહીં; જાણો કેમ?

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version