ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
અંધેરી(પૂર્વ)ના સાકીનાકામાં આવેલી જૈન સોસાયટીમાં વહેલી સવારે ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળવાની દુર્ઘટના બની હતી, જેમાં ત્રણ જખમી થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી
તાડદેવની આગનો બનાવ હજુ તાજો છે, જેમાં સાતના મોત થયા હતા. ત્યાં તો બુધવારે વહેલી સવારે લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે સાકીનાકાના કાજૂપાડા વિસ્તારમાં નેતાજી નગરમાં આવેલ જૈન સોસાયટીમાં સવારના 8 વાગ્યાની આસપાસ ગેસ લીકેજનો બનાવ બન્યો હતો. જેને કારણે આગ ફાટી નીકળતા ત્રણ જખમી થયા હતા.
અરે વાહ! મુંબઈગરાની સેવામાં હવે આવશે આટલી ઈલેક્ટ્રિકલ ડબલડેકર એસી બસ; જાણો વિગત
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જખમી થયેલા ત્રણેને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જખમીઓની હાલત સ્થિર છે.