Site icon

સાવધાનઃ ચોમાસામાં રસ્તા પર અને હોટલમાં ખાતા પહેલા વિચાર કરજો, આ બિમારીએ મુંબઈ માં દસ્તક દીધી…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે, પરંતુ ચોમાસાજન્ય બીમારીઓ હવે માથું ઊંચકી રહી છે. ગૅસ્ટ્રો તથા લેપ્ટોસ્પાયરોસિસ જેવી બીમારીઓના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. છ મહિનામાં જ મુંબઈમાં ગૅસ્ટ્રોનાં 1,144 કેસ નોંધાયા છે. એથી BMCએ નાગરિકોને ચોમાસામાં રસ્તા પરના ખાદ્ય પદાર્થ નહીં ખાવાની અપીલ કરી છે.

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. એમાં હૉટેલો સહિત તથા બહારના ખાદ્ય પદાર્થ વેચવાની પણ મંજૂરી મળી ગઈ છે. એથી લોકોનું બહાર ખાવાનું પ્રમાણ પણ વધી ગયું છે. ચોમાસામાં બહારના ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોખમી હોય છે. બહારના ખાદ્ય પદાર્થ ખાવાથી ગૅસ્ટ્રો જ નહીં, પણ કોરોના થવાનું પણ જોખમ રહેલું છે. દૂષિત અન્ન અને પાણીને કારણે ગૅસ્ટ્રો થતો હોય છે, જેમાં તાવ, ઊલટી તથા જુલાબની તકલીફ થાય છે.

ચોમાસું સત્રને લાગ્યું કોરોના ગ્રહણ, મહારાષ્ટ્રમાં માત્ર બે દિવસ યોજાશે ચોમાસું સત્ર ; આ મુદ્દાઓ પર થશે ચર્ચા

 મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ છ મહિનામાં ગૅસ્ટ્રોના 1,144 કેસ તો લેપ્ટોસ્પાયરોસિસના 48, ફ્લૂના 1,000 કેસ નોંધાયા છે.

 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version