Site icon

મુંબઈના માથે ફરી સંકટ- મુંબઈનું આ જાણીતું પર્યટન સ્થળ રહેશે અમુદત સમય માટે પર્યટકો માટે બંધ

Gateway of India awaits restoration funds as cracks develop in iconic structure

‘ગેટવે ઓફ ઈન્ડિયા’ને મુંબઈનો તાજમહેલ કહેવામાં આવે છે.. પણ હવે ભવ્ય ઈમારતમાં તિરાડો? અધધ આટલા કરોડના ખર્ચે કરાશે રિસ્ટોરેશન..

News Continuous Bureau | Mumbai

 મુંબઈનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ(Famous tourist spot) ગેટ વે ઓફ ઇન્ડિયા(Gateway of India) કેટલાક દિવસો માટે પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું  છે. તાજેતરમાં રાયગઢના દરિયા કાંઠે(Raigad Sea Coast) શસ્ત્રો મળવા સહિતની કેટલીક ઘટનાઓને ધ્યાને લઈને મુંબઈ પોલીસે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના રાયગઢના હરિહરેશ્વર દરિયાકાંઠે(Harihareshwar Coast) ૧૮ ઓગસ્ટના બોટમાં ત્રણ એકે-૫૬ રાઇફલ ૨૨૫ કારતૂસ, ૧૦ બોક્સ અમુક દસ્તાવેજો મળ્યા હતા. જેને લીધે રાજ્યના ગૃહખાતાની સાથે જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં હાઇ એલર્ટ (High alert) જારી કરવામાં આવ્યું હતું.

જોકે બાદમાં આ બોટ યુરોપ(Europe) જવા નીકળેલી ઓસ્ટ્રેલિયન નાગરિકની(Australian citizen) હોવાનું જણાયું હતું. ઓમાન(Oman) પાસે એન્જિન બગડી ગયા બાદ ભરતીમાં રાયગઢમાં તણાઈને આવી હોવાની માહિતી મળી હતી. બોટમાં પ્રવાસ કરતા લોકોને ઓમાનમાં બચાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : BMC કબજે કરવા શિંદે-ભાજપ સરકારનું તિકડમ- એક વર્ષ સુધી આ કરવેરામાં કોઈ વધારો નહીં- જાણો વિગતે 

આ ઘટના બાદ જોકે મુંબઈના ટ્રાફિક પોલીસને ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ પાકિસ્તાનના કોડવાળા નંબરથી(Pakistan Coded Number) આવ્યો હતો. ત્યાં મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં(five star hotel) બોંબ હોવાની ધમકી ફોન પર મળી હતી. પોલીસ કોઈ બેદરકારી રાખવા માગતી નથી અને આ બનાવ બાદ ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version