Site icon

Geeta Jain Birthday : પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

Geeta Jain Birthday : સામાન્ય રીતે ધારાસભ્ય પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે તેમજ મતવિસ્તારના લોકો સાથે મોટાપાયે ઉજવતા હોય છે. ત્યારે મુંબઈ નજીક આવેલા મીરારોડ- ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને લોક સેવા સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે.

Geeta Jain Birthday On her birthday, MLA Geeta Jain cleaned a municipal toilet

પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.

News Continuous Bureau | Mumbai 

 Geeta Jain Birthday : મીરારોડભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને પોતાના જન્મદિવસ પર મ્યુનિસિપલ હેડક્વાર્ટરના શૌચાલયની સફાઈ કરી હતી. વાત એમ છે કે મીરારોડ અને ભાયંદર વિસ્તારમાં 50થી વધુ સાર્વજનિક શૌચાલયો છે. પરંતુ લોકોની એવી સતત ફરિયાદ રહેતી હોય છે કે આ શૌચાલયોમાં વધુ સફાઈની આવશ્યકતા છે. લોકોની આ માંગણીને ધારાસભ્ય દ્વારા અનેક વખત પ્રશાસન સુધી પહોંચાડવામાં આવી છે.  જોકે, લોકોનો પ્રશ્ન પૂરી રીતે હલ થયો નથી. આ પરિસ્થિતિમાં ધારાસભ્ય ગીતા જૈને પોતાના જન્મદિવસને નિમિત્ત બનાવીને  જાતે શૌચાલય સાફ કરવાનું કામ કર્યું. 

Join Our WhatsApp Community

 આ પ્રસંગે હાજર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ‘સ્વચ્છ શૌચાલય એ નાગરિકોનો અધિકાર છે.  અનેક વખત પ્રશાસન તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ લોકોની ફરિયાદ છે કે શૌચાલય કાયમ ગંદા હોય છે. શૌચાલય ની સ્વચ્છતાએ લોકોનો અધિકાર છે. ખાસ કરીને સાર્વજનિક સ્થાનો પર મહિલાઓને અનેક વખત તકલીફનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં મારા જન્મ દિવસને નિમિત્ત બનાવીને મેં જાતે શૌચાલયની સફાઈ કરી છે’.

આ સમાચાર પણ વાંચો : Xiaomi Smart TV : Xiaomiનું 32 ઇંચ, 40 ઇંચ અને 43 ઇંચનું સ્માર્ટ ટીવી થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ..

ઉલ્લેખનીય છે કે મીરારોડ અને ભાયંદરમાં શૌચાલય સંબંધેની લોકોની સમસ્યા હલ કરવા આવનાર દિવસોમાં અનેક શૌચાલય બનવાના છે. ત્યારે મહિલા ધારાસભ્ય દ્વારા શૌચાલયની સફાઈ એ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યું છે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version