Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરા માટે લોકલ ટ્રેનનો પ્રવાસ હજી દૂર; વિજય વડેટ્ટીવારે આપ્યું આ નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના મહામારીને કારણે લદાયેલા બીજા લૉકડાઉનના લગભગ બે મહિના પછી, મહારાષ્ટ્ર સરકારે કેટલાક પ્રતિબંધો સાથે રેસ્ટરાંસ, જિમ, સલુન્સ અને અન્ય વ્યાપારી સંસ્થાઓને તેમની સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. મુંબઈ, જેને થોડા દિવસો અગાઉ લેવલ 2માં અપગ્રેડ કરવામાં આવ્યું હતું, એ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના આદેશ મુજબ લેવલ 3ના નિયમોનું પાલન કરી રહ્યું છે.

જોકેઆ તબક્કામાં મુંબઈમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ હજી બંધ રાખવામાં આવી છે. ઉપનગરીય સેવાઓ ફરી શરૂ થવાની સંભાવના પર પત્રકારો સાથે વાત કરતી વખતે, રાજ્યના કૅબિનેટ પ્રધાન વિજય વડેટ્ટીવારે ઉલ્લેખ કરી કહ્યું છે કે જ્યાં સુધી મુંબઈ પહેલા તબક્કામાં નહીં આવે ત્યાં સુધી સામાન્ય લોકોને મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવાના નિર્ણયને ધ્યાનમાં લેવાશે નહીં.

તેમણે મીડિયા સાથે વાત કરતાં એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, છતાં ખતરો હજી પણ છે. વહીવટી તંત્ર સમયે-સમયે પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને એ મુજબ નિયમો હળવા કરવા અંગે નિર્ણય લેશે.

થાણે પાલિકા પ્રશાસનની આવી તો કેવી બેદરકારી ? 26 વર્ષનો યુવકનું ખાડા માં પડી ને થયું મૃત્યુ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈમાં ૧૫ જૂન બાદ લોકલ સેવાઓ વિશે નિર્ણય લેવાઈ શકે છે, પરંતુ હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જ્યાં સુધી મુંબઈ લેવલ વનમાં નહિ પ્રવેશ ત્યાં સુધી સામાન્ય જનતા માટે લોકલમાં પ્રવાસ અશક્ય જણાઈ રહ્યો છે.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version