Site icon

સાવધાન- BMCના 13 સર્વેમાં ચોંકાવનારો અહેવાલ- મુંબઈમાં કોરોનાના 99 ટકા કેસ ઓમીક્રોનના સબવેરિયન્ટના -જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈમાં કોરોના કેસમાં(Corona case) ફરી એક વખત વધારો થયો છે. દિવસેને દિવસે નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જીનોમ સિક્વન્સિંગ(Genome sequencing) નો 13મા રાઉન્ડમાં 368 નમૂનાના ટેસ્ટ કર્યા હતા, જેના અહેવાલમાં ચોંકાવનારી માહિતી આવી હતી. તે મુજબ મુંબઈમાં નોંધાયેલા 99.63 ટકા કેસ ઓમીક્રોનના(Omicron) સબવેરિયન્ટના(Subvariant) હતા.

પાલિકા દ્વારા કોવિડ-19ના કયા વેરિયન્ટ ના કેસ મુંબઈમાં નોંધાઈ રહ્યા છે, તેનો અભ્યાસ ઓગસ્ટ 2021થી કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસને કારણે દર્દીને સારવાર કેવી અને કઈ રીતે આપવું સરળ પડે છે. તાજેતરમાં પાલિકે 367 નમૂના તપાસ્યા હતા. તેમાંથી મુંબઈના 269 નમૂના હતા અને બાકીના મુંબઈ બહારના હતા. તેના જીનોમ સિક્વન્સિંગના અહેવાલ બહાર આવ્યો હતો. તે મુજબ મુંબઈમાં 269માંથી 268 કેસ ઓમાઈક્રોનના સબ વેરિયન્ટના હતા. તો એક કેસ અન્ય સબ વેરિયન્ટનો હતો.

કોવિડ-19ની વેક્સિનનો(Vaccine) એક પણ ડોઝ નહીં લેનારા 107 દર્દીમાંથી 3 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. તેથી વેક્સિન આવશ્યક હોવાનું ફરી એક વખત આ સર્વેમાં જણાઈ આવ્યું હોવાનું પાલિકા પ્રશાસને દાવો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-મુંબઈથી સૌરાષ્ટ્ર વચ્ચેની ટ્રેનોને આ કારણથી થશે અસર- અમુક ટ્રેનો રદ તો અમુક આંશિક રદ થશે- જાણો વિગત

13માં સર્વેમાં મુંબઈના 269 લોકોના નમૂનાના અભ્યાસ કર્યા હતા, તેમાંથી 0થી 2 વર્ષના 33 લોકોને એટલે 12 ટકા લોકોને ઓમીક્રોનતો એકને તેના સબવેરિયન્ટનો ચેપ લાગ્યો હતો. 21થી 40 વર્ષના 108 એટલે કે 40 ટકા દર્દીને ઓમીક્રોન થયો હતો. 41થી 60 વર્ષના ઉંમરના 55 દર્દીને એટલે કે 21 ટકા દર્દીનેઓમીક્રોનનો ચેપ લાગ્યો હતો. 61થી 80 વર્ષની ઉંમરના 51 દર્દીને એટલે કે 19 ટકાને ઓમીક્રોન થયો હતો.

269 માંથી 8 લોકોએ વેક્સિનનો ફક્ત પહેલો ડોઝ લીધો હતો, તેમાંથી માત્ર બેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.. વેક્સિનના બંને ડોઝ લીધા હતા, તેવા 154 લોકોને કોરોના થયો હતો, તેમાંથી 31 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એમાથી એકને આઈસીયુમાં દાખલ કરવો પડયો હતો. કુલ 269 દર્દીમાંથી 107 દર્દીઓએ કોવિડ વેક્સિન લીધી નહોતી.

ઓમીક્રોનના સબ વેરિયન્ટ(Subvariant) 268 કેસમાંથી બી.એ.4 (BA4)ના છ અને બી.એ.5(BA5) વેરિયન્ટના 12 દર્દી નોંધાયા હતા. આ તમામ દર્દી 3 જૂનથી 16 જૂન 2022 સુધીમા નોંધાયા હતા. તેમાંથી એક 16 વર્ષની છોકરી તો 2 પુરુષ અને બે મહિલા 80 વર્ષ કરતા વધુ ઉંમરના હતા.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version