Site icon

મુંબઈ વાસીઓ માટે કામ ના સમાચાર : શું તમે લોકલ ટ્રેન ની ટિકિટ UTS App થી ખરીદો છો? આ મામલે નિયમોમાં થયો મોટો ફેરફાર, જાણો…

મુંબઈના અનેક પ્રવાસીઓ લોકલ ટ્રેનની ટિકિટ ખરીદવા માટે લાઇનમાં ઊભા રહેતા નથી પરંતુ આ એપ્લિકેશનથી ટિકિટ ખરીદે છે. હવે તેનો ઉપયોગ વધ્યો હોવાને કારણે રેલવેએ લોકોને વધુ બહેતર સુવિધા આપી છે.

Mumbai Mega Block: Mumbaikars, going out on weekends? Megablock on all three railway lines on Sunday, read schedule

Mumbai Mega Block: Mumbaikars, going out on weekends? Megablock on all three railway lines on Sunday, read schedule

    News Continuous Bureau | Mumbai

UTS APP Update: UTS APP નો ઉપયોગ મુંબઈમાં અનુકૂળ લોકલ મુસાફરી માટે થાય છે. આ એપ્લિકેશનમાં હવે એક ભાષા ઉમેરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર અંગ્રેજી ભાષામાં આ એપ્લિકેશન કામ કરી રહી હતી હવે થી યુઝર્સ મરાઠીમાં યુટીએસ એપનો ઉપયોગ કરી શકશે. તેમજ આ એપ દ્વારા ફર્સ્ટ અને એસી લોકલ પેસેન્જર્સ એકસાથે અનેક ટિકિટ ( ticket ) ખરીદી શકશે.

Join Our WhatsApp Community

UTS એપ્લિકેશનમાં નોંધપાત્ર ફેરફારો

યુટીએસ એપ મરાઠીમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અગાઉ આ એપ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હતી.

મુસાફરો વર્તમાન તારીખથી પાસ ખરીદ કરી શકશે. આ એપ પરથી માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક પાસ બીજા દિવસથી લાગુ થતા હતા પરંતુ હવે વર્તમાન તારીખથી પાસ ખરીદી શકાશે.

અગાઉ સેકન્ડ ક્લાસ સિવાયના એસી, ફર્સ્ટ ક્લાસ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને એક સમયે એક જ ટિકિટ મળતી હતી, હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે બીજી ટિકિટ મેળવવા માટે 10 મિનિટ રાહ જોવાની જરૂર નથી. મુસાફરો એક સાથે ચાર ટિકિટ ખરીદી શકશે.

આ સમાચાર પણ વાંચો: બોર્ડર ઈશ્યુ.. મુંબઈ શેહરના બસ સ્ટોપ પર લાગેલા કર્ણાટકના સીએમના પોસ્ટર ફેંકાઈ પર કાળી શાહી… 

દરમિયાન, રેલ્વેએ યુટીએસ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટિકિટ બુકિંગ માટેનું અંતર પણ ઘટાડ્યું છે. ઉપનગરીય ટિકિટ માટે, હાલનું અંતર 2 કિમીથી વધારીને 5 કિમી કરવામાં આવ્યું છે.

2022-23 વચ્ચેના સમયગાળા દરમિયાન મુસાફરો દ્વારા UTS એપનો ઉપયોગ ધીમે ધીમે વધ્યો છે. સપ્ટેમ્બર 2022 (27 સપ્ટેમ્બર 2022 સુધી)માં આ એપ દ્વારા જારી કરાયેલી ટિકિટોની દૈનિક સરેરાશ 36 હજારથી વધીને 74 હજાર થઈ ગઈ છે.

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version