Site icon

ભારે જહેમત બાદ ઘાટકોપર વિસ્તારમાં લાગેલી આગ આવી કાબુમાં.. જુઓ આગ લાગી તે પહેલાની અને પછીની તસ્વીર અહીં..

મુંબઈના ઘાટકોપર ( Ghatkopar  ) ઈસ્ટમાં પારખ હોસ્પિટલ પાસે જુનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ ( fire Breaks out ) ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. હોસ્પિટલની બાજુમાં આવેલી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી

Ghatkopar fire Breaks out updates

ભારે જહેમત બાદ ઘાટકોપર વિસ્તારમાં લાગેલી આગ આવી કાબુમાં.. જુઓ આગ લાગી તે પહેલાની અને પછીની તસ્વીર અહીં..

News Continuous Bureau | Mumbai

મુંબઈના ઘાટકોપર ( Ghatkopar  ) ઈસ્ટમાં પારખ હોસ્પિટલ પાસે જુનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ ( fire Breaks out ) ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. હોસ્પિટલની બાજુમાં આવેલી બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પિઝા રેસ્ટોરન્ટની અંદર ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટથી લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે હોસ્પિટલને ખાલી કરાવવી પડી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે.

Join Our WhatsApp Community

આગ વિશ્વાસ ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત પિઝા રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં મીટર રૂમમાંથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

આ સમાચાર પણ વાંચો:    ઘાટકોપર વિસ્તારમાં લાગેલી આગ સંદર્ભે આવ્યા મોટા સમાચાર, આ  ભીષણ આગમાં એક કચ્છી વ્યક્તિનું નીપજ્યું મોત.. ચાર ઘાયલ.. 

મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગમાં પારખ નામની હોસ્પિટલ ચાલે છે. આગમાં અત્યાર સુધીમાં 2 લોકો ઘાયલ થયા છે. એક 46 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ 22 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version