Site icon

વાહનચાલકો માટે કામના સમાચાર – મુંબઈથી થાણે તરફ જતો આ માર્ગ આવતીકાલ સુધી રહેશે બંધ

News Continuous Bureau | Mumbai

મુંબઈકર અને ઠાણેકર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે મુંબઈ(Mumbai)થી થાણે (Thane) તરફ મુસાફરી કરી રહ્યા છો, તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, મુંબઈથી થાણેનો રૂટ બંધ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થાણે શહેરમાં આનંદનગર સિગ્નલથી હાઇપર સિટી મોલ, વાઘબીલ બ્રિજ, ઘોડબંદર રોડ સુધી લોખંડના ગર્ડર નાખવાની કામગીરીને પગલે ઘોડબંદર રોડ વાહનવ્યવહાર માટે 16 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ કારણે નાગરિકોને મુંબઈથી થાણે જતી વખતે વૈકલ્પિક માર્ગે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે પોલીસ વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ગ્રીન કોરિડોર, ઓક્સિજન ગેસ વાહનો અને અન્ય આવશ્યક સેવા વાહનોને આ ટ્રાફિક નિયંત્રણ સૂચના લાગુ થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : ભલે વરસાદ ચાલુ હોય- પણ મુંબઈમાં અહીં આ દિવસે હશે પાણી કપાત- સાચવીને પાણી વાપરજો

નવી ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, મુંબઈ થાણેથી ઘોડબંદર રોડ તરફ જતા ભારે વાહનો કપૂરબાવાડી ટ્રાફિક શાખા પાસે જમણો વળાંક લેશે અને ખારેગાંવ ટોલ નાકા, માનકોલી, અંજુરફાટા થઈને તેમના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધશે. ઉપરાંત, મુંબઈ થાણેથી ઘોડબંદર રોડ તરફ જતા ભારે વાહનો કપૂરબાવાડી જંક્શન પાસે જમણો વળાંક લેશે અને કશેલી, અંજુરફાટા થઈને તેમના ગંતવ્ય તરફ આગળ વધશે.

તે જ સમયે, મુંબ્રા, કલવાથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ ભારે વાહનોને ખારેગાંવ ટોલ નાકા પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. રૂટ બંધ થવાને કારણે તમે ખારેગાંવ ટોલ નાકા, માનકોલી, અંજુરફાટા, ખારેગાંવ ખાદી પુલ નીચે ગામન થઈને તમારા ગંતવ્ય સ્થાને જઈ શકશો.

આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

નાસિકથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ ભારે વાહનો માટે માનકોલી નાકા બંધ છે. આ સમય દરમિયાન નાશિકથી ઘોડબંદર રોડ તરફ જતા તમામ વાહનો મનકોલી બ્રિજની નીચેથી જમણે વળશે અને અંજુરફાટા થઈને ગંતવ્ય તરફ આગળ વધશે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version