Site icon

Ghodbunder Ghat Road: ઘોડબંદર ઘાટ રોડ આ કારણે બે અઠવાડિયા માટે ભારે વાહનો પર પ્રતિબંધ; થાણે, ઘોડબંદર, મુંબઈ અમદાવાદ રૂટ પર ભીડની શક્યતા.. જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગો..

Ghodbunder Ghat Road: મુંબઈ, ગુજરાત, ભિવંડી અને ઉરણ ખાતેના JNPT બંદરો પરથી દરરોજ હજારો ભારે વાહનો ઘોડબંદર મારફતે અવરજવર કરે છે. મુંબઈ, વસઈ, વિરાર, ભાઈંદર વિસ્તારમાંથી આવતા હળવા વાહનોની સંખ્યા પણ આ માર્ગ પર વધુ છે. પરંતુ હવે ઘોડબંદર ઘાટ રોડ બે અઠવાડિયા માટે બંધ રહેશે તેથી મોટાપાયે ટ્રાફિક જામ થવાની હાલ શક્યતા છે.

Ghodbunder Ghat Road bans heavy vehicles for two weeks due to this; Chance of congestion on these route.

Ghodbunder Ghat Road bans heavy vehicles for two weeks due to this; Chance of congestion on these route.

 News Continuous Bureau | Mumbai

Ghodbunder Ghat Road: ઘોડબંદર માર્ગ પર ગાયમુખ ઘાટમાં 700 મીટર લાંબા રસ્તાનું સમારકામ ( Road repairing )  અને ડામરીકરણ કરવામાં આવશે. આ કામ આજથી જાહેર બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. તેથી થાણે ટ્રાફિક પોલીસે ઘોડબંદર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. હળવા વાહનોને અહીં મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ભારે વાહનોને અંજુર ફોર્ક દ્વારા ડાયવર્ટ કરવામાં આવશે. તો ઘોડબંદર રોડ પર ભારે વાહનો પર 6 જૂન સુધી પ્રતિબંધ રહેશે.

Join Our WhatsApp Community

મુંબઈ, ગુજરાત, ભિવંડી અને ઉરણ ખાતેના JNPT બંદરો પરથી દરરોજ હજારો ભારે વાહનો ( Heavy vehicles ) ઘોડબંદર મારફતે અવરજવર કરે છે. મુંબઈ, વસઈ, વિરાર, ભાઈંદર વિસ્તારમાંથી આવતા હળવા વાહનોની સંખ્યા પણ આ માર્ગ પર વધુ છે. પરંતુ હવે ઘોડબંદર ઘાટ રોડ બે અઠવાડિયા માટે બંધ રહેશે તેથી મોટાપાયે ટ્રાફિક જામ ( Traffic Jam ) થવાની હાલ શક્યતા છે.

  Ghodbunder Ghat Road: ચોમાસા પહેલા થાણે પાલિકા તરફથી રોડનું સમારકામ…

વાસ્વતમાં, ઘોડબંદર રોડ પર ખાડા પડી ગયા છે. વરસાદી ઋતુમાં ખાડાઓને કારણે સમસ્યા ન સર્જાય તે માટે અત્યારે સમારકામ કરવામાં આવશે. આગામી થોડા દિવસોમાં જ ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે. પરંતુ આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડના કામો ચાલુ છે. થાણે મહાનગર પાલિકા ( Thane Municipality ) અનુસાર, બે તબક્કામાં હાથ ધરવામાં આવેલા 284 રસ્તાઓમાંથી 98 ટકા કામ પૂર્ણ થઈ ગયા છે. જો કે, ઘોડબંદર વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં હજુ પણ રોડનું કામ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો:  Surat: પીપલોદ સ્થિત SVNIT ખાતે ‘કૃષિમાં ડિજીટાઈઝેશન’ વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો

Ghodbunder Ghat Road: 24 મે થી 6 જૂન સુધી રસ્તા પર ભારે વાહનો માટે ટ્રાફિકમાં આ રહેશે ફેરફાર

મુંબઈ ( Mumbai ) , થાણેથી ( Thane ) ઘોડબંદર તરફ જતા ભારે વાહનોને કપૂરબાવાડી ચોક અને માજીવાડા પાસે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. અહીંના વાહનો ખારેગાંવ ટોલ નાકા, માનકોલી, અંજુરફાટા પાસેથી કપૂરબાવાડી ટ્રાફિક શાખા કચેરી પાસે પસાર થશે. અથવા કશેલી, અંજુરફાટા સુધી ડાયવર્ટ કરવામાં આવશે.

– મુંબ્રા, કલવાથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનો ખારેગાંવ ટોલ પ્લાઝા પર ડાયવર્ટ કરવામાં આવશે. અહીંના વાહનો ખારેગાંવ ટોલ રોડ, માનકોલી થઈને ખારેગાંવ ખાદી બ્રિજ નીચેથી જશે.

– નાસિકથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોને માનકોલી નાકા પર ડાયવર્ટ કરવામાં આવશે. અહીંના વાહનો માનકોલી બ્રિજ નીચે જમણો વળાંક લેશે અને અંજુરફાટા થઈને આગળ વધશે.

– ગુજરાતમાંથી ઘોડબંદર થઈને થાણે તરફ જતા ભારે વાહનો માટે ચિંચોટી નાકા સુધીનો પ્રવેશ બંધ રહેશે. અહીંના વાહનો ચિંચોટી નાકાથી કમન, અંજુરફાટા માનકોલી, ભિવંડી થઈને આગળ જશે.

આ સમાચાર પણ વાંચો:  Char Dham Yatra: ચાર ધામ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, 10 દિવસમાં રેકોર્ડ પાર યાત્રાળુઓએ મુલાકાત લીધી..

 

Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ
Mumbai Monorail: મુંબઈમાં મોનોરેલ ફરી એકવાર પડી બંધ, એક જ મહિના માં આવી ત્રીજી વખત ખામી, જાણો કેવી રીતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઠાણે અને રાયગઢ માટે પણ આગામી આટલા કલાક મહત્વના
Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Exit mobile version