Site icon

લો બોલો-મુંબઈથી ડોંબીવલી  ટેક્સીના ભાડા કરતા ગોવાથી મુંબઈની ફ્લાઈટ સસ્તી- જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ વિશે

May Take Action If There Is Unbridled Hike In Air Fares, Says Government

Air Fare Hike: હવાઈ ભાડામાં જબરદસ્ત વધારા બાદ સરકારે એરલાઈન્સને આપ્યો આ આદેશ, સામાન્ય લોકોને મળશે રાહત!

News Continuous Bureau | Mumbai 

તાજેતરમાં સોશિયલ પ્લેટફોર્મ(Social platform) ટ્વીટર(Twitter) પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં મુંબઈથી ગોવાની ફ્લાઇટ(Flight) કરતા પણ ઓનલાઈન એપ(Online app) પર મુંબઈના પ્રભાદેવીથી ડોંબીવલી નું ભાડું મોંઘું હોવાનું એક યુઝરે ટ્વીટ કરી છે.

Join Our WhatsApp Community

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ શ્રવણકુમાર સુવર્ના(Shravankumar Suvarna) નામના એક પ્રવાસીએ 30 જૂનના મુંબઈના પ્રભાદેવીથી ડોંબીવલી ઓનલાઇન ટેક્સી સર્વિસ(Online taxi service) ઉબેર કેબ(Uber Cab) પર ટેક્સી બુક કરી હતી, જેના ભાવ જોઈને તેને ચક્કર આવી ગયા હતા. 

ટ્વીટર પર તેણે કરેલી ટ્વીટ મુજબ એપ પર પ્રભાદેવીથી ડોંબીવલી માટે હેચબેકનું ભાડુ 3,041 રૂપિયા, સેડનનુ ભાડું 4,081 અને SUVનું આ અંતર માટે ભાડું 5,159 રૂપિયા બતાવ્યું હતું.  

શ્રવણકુમાર એપ પર ટેક્સી સર્વિસના ભાવ જોઈને ચોંકી ગયો હતો અને પ્રભાદેવીથી ડોંબીવલીના ટેક્સીભાડા કરતા તો મુંબઈથી ગોવાની ફ્લાઈટ સસ્તી હોવાની નારાજગી વ્યકત કરતી ટ્વીટ કરી હતી, તેની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થઈ ગઈ છે અને તેના પર મોટા પ્રમાણમાં લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં હવે ટુ-વ્હીલર લાયસન્સ મેળવવું લોઢાના ચણા ખાવા સમાન- આપવી પડશે 3થી 4 કલાકની આકરી ટેસ્ટ-જાણો વિગત

મીડિયા હાઉસના અહેવાલ મુજબ આ બાબતે ઉબેર કેબ(Uber Cab) તરફથી સત્તાવાર કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ તેના એક અધિકારીના કહેવા મુજબ ડિમાન્ડ અને સપ્લાયના આધારે તેમની ટેક્સીના ભાવ બદલાતા હોય છે. સંબંધિત વ્યક્તિએ મુશળધાર વરસાદ(Heavy Rain) દરમિયાન કેબ બુક કરી હતી ત્યારે ડિમાન્ડ વધારે હતી અને સપ્લાય ઓછી હતી, તેથી તેના ભાવ વધુ હતા.

ઉબેરે સત્તાવાર સ્પષ્ટતા કરી નહોતી પરંતુ બિનસત્તાવાર રીતે તેના અધિકારીએ આપેલા જવાબથી મગજ ચકરાઈ ગયું હોવાની પણ લોકોએ કોમેન્ટ કરી હતી.
 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version