Site icon

Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.

મુંબઈના બજારમાં સોનું ₹૧,૧૯,૦૦૦ નજીક પહોંચ્યા બાદ એક એક્સપર્ટ એ ચેતવણી આપી. કહ્યું, આગામી મહિનાઓમાં મોટો ઘટાડો આવી શકે છે.

Gold Price નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો

Gold Price નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો

News Continuous Bureau | Mumbai
Gold Price Fall સોના અને ચાંદીના ભાવમાં તેજીનો દોર સતત ચાલુ છે અને સોનું હાલમાં ₹૧,૨૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની નજીક પહોંચી ગયું છે. મુંબઈના ઝવેરી બજારમાં સોનાનો હાજર ભાવ (Gold Price Today) ₹૧,૧૯,૦૫૯ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો છે. જોકે, આ રેકોર્ડ ઊંચા સ્તરો વચ્ચે હવે રોકાણકારો નવી ખરીદી કરતા ડરી રહ્યા છે, ત્યારે એક જાણકાર વ્યક્તિએ આગામી મહિનાઓમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

રેકોર્ડ તેજી બબલનો સંકેત?

એક એક્સપર્ટ એ જણાવ્યું હતું કે, કિંમતી ધાતુઓમાં હાલમાં આવેલી તેજી એક બબલ નો ઈશારો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $૪,૦૦૦ પ્રતિ ઔંસની આસપાસ છે. તેમને એક ન્યુઝ ટીવી ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “સોના-ચાંદીની કિંમતોમાં આ ખૂબ લાંબા સમય પછી જોવાયેલો સૌથી મોટો ઉછાળો છે. છેલ્લા ૪૦ વર્ષમાં, માત્ર બે જ વખત એવા પ્રસંગો આવ્યા છે જ્યારે ગોલ્ડ અને સિલ્વરે આવું જબરદસ્ત પ્રદર્શન કર્યું હોય અને ડૉલર ઇન્ડેક્સ કાં તો નબળો પડ્યો હોય અથવા નીચે જઈ રહ્યો હોય.” તેમણે ચેતવણી આપી કે, આ તેજીના અંતિમ તબક્કાનો સંકેત હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ તેજી પૂરી થયા પછી વેચવાલીનો જોરદાર દોર આવી શકે છે, જેના કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Eli Lilly: ભારત માટે સારા સમાચાર, USની આ ફાર્મા કંપની કરશે ૮૮૮૦ કરોડનું રોકાણ, હૈદરાબાદમાં બનશે નવું કેન્દ્ર

કેટલો ઘટાડો થઈ શકે?

જો આ વિશ્લેષણ સાચું પડે, તો રોકાણકારો સોનામાં ૩૦-૩૫%ના ઘટાડાની અપેક્ષા રાખી શકે છે. એક્સપર્ટ એ ૨૦૦૭-૦૮ અને ૨૦૧૧માં થયેલી સમાન ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જ્યારે સોનાની કિંમતો મોટી તેજી પછી ૪૫% સુધી ગગડી ગઈ હતી.
ભાવ ક્યાં સુધી પહોંચશે?
એક્સપર્ટ નું માનવું છે કે આ કરેક્શનમાં લગભગ એક વર્ષનો સમય લાગશે.
આ ઘટાડા બાદ સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં $૨,૬૦૦ – $૨,૭૦૦ પ્રતિ ઔંસના સ્તર સુધી પહોંચી શકે છે.
ભારતીય બજારમાં સોનું ₹૮૦,૦૦૦ થી ₹૮૪,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તર સુધી ગગડી શકે છે.
તેમણે ઉમેર્યું કે, આ સ્તર પર પહોંચ્યા પછી જ સોનું ફરીથી રોકાણ માટે આકર્ષક અને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ રોકાણ બની શકશે.

Mumbai crime news: મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: વેપારીને બેભાન કરીને ₹૧૦ લાખના સોના-હીરાના દાગીના ચોરનાર મહિલા પકડાઈ
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Mumbai bus accident: મુંબઈના દાદર વિસ્તાર માં બેસ્ટ બસ સાથે ગમખ્વાર અકસ્માત એકનું મૃત્યુ, ચાર ગંભીર રીતે ઘાયલ
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
Exit mobile version