Site icon News Continuous Bureau | Mumbai

ધારાવી માં ચમત્કાર: એપ્રિલ મહિના પછી પહેલીવાર ૨૪ કલાકમાં એક પણ કેસ નહીં. પણ શા માટે ?? જાણો અહીં  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ડિસેમ્બર 2020

ભારતમાં કોરોના મહામારી એકંદરે નિયંત્રણમાં આવી રહી છે. દેશમાં એક સમયે કોરોનાના હોટસ્પોટ એવી મુંબઈની ધારાવીને ક્રિસમસની ભેટ મળી છે. મુંબઈ સ્થિત એશિયાનો સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવી માં શુક્રવારે 1 એપ્રિલ બાદ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર 2.5 ચોરસ કિ.મી.નો ફેલાવો ધરાવે છે અને તેની વસતી 6.5 લાખથી વધુ છે, તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાય છે. એવામાં ધારાવી મુંબઇ માટે કોરોનાને માત આપવા આશાનું કિરણ લઇને આવ્યું છે.

ધારાવીમાં છેલ્લા 19 દિવસથી કોરોનાના સિંગલ ડિજિટલ કેસ સામે આવ્યા હતા. હવે અહીં કોરોનાના માત્ર 10 સક્રિય કેસ છે. ધારાવીમાં કોરોનાના કુલ 3,788 કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 3,464 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ધારાવીમાં 1 એપ્રિલના રોજ  કોવિડ-19 નો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ આ વિસ્તાર લાંબા સમય સુધી કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું.

મહાનગરપાલિકા એ ધારાવીમાં કોરોના ને કાબુમાં રાખવા માટે વિશેષ પગલા લીધા હતા. અહીં સમયાંતરે  ચેકિંગ થતું રહે છે. એન્ટીજન ટેસ્ટ અને કોરોના ટેસ્ટ પણ સતત થતું રહે છે. તેમજ લોકોને ઇમ્યુનિટી બુસ્ટર પણ  આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બીએમસીએ આ વિસ્તાર માટે એક વિશેષ મેડિકલ ઓફિસર ની નિમણૂક પણ કરી છે. જેને કારણે આવી એકંદર પરિસ્થિતિ પેદા થઇ છે.

કોરોના પર કાબૂ મેળવનાર ધારાવી મોડલના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ વખાણ કર્યા હતા. ઑસ્ટ્રેલિયા અને અમેરિકાના મીડિયાએ પણ ધારાવી મોડલના વખાણ કર્યા હતા. ફિલિપાઇન્સે આ મોડલની બ્લૂ પ્રિન્ટ મંગાવીને પોતાને ત્યાં લાગૂ કરી હતી.

Lalbaughcha Raja BMC Arrangements લાલબાગચા રાજાના દર્શન બનશે સુગમ BMCએ તૈનાત કર્યા ખાસ કંટ્રોલ રૂમ, મોબાઈલ શૌચાલય અને ઇમરજન્સી હેલ્થ ડેસ્ક
BJP MLA Parag Shah Beggar બીજેપી ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનો વેશ ધારણ કરીને ઘાટકોપરના રસ્તા પર ભીખ માંગી; જાણો કારણ..
Mumbai Rains Ganeshotsav Forecast મુંબઈમાં ગણેશોત્સવ પૂર્વે મેઘરાજાની તોફાની વાપસી બાપ્પાના આગમન વેળાએ ભક્તો અટવાયા, જાણો આગામી ૧૦ દિવસ કેવો રહેશે હવામાન
Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
Exit mobile version