Site icon

Goregaon Hit-and-Run:ગોરેગાંવમાં હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતી મોટરસાઈકલે બાઈક સવારને કચડ્યો; અકસ્માત સર્જી ચાલક ફરાર.

Goregaon Hit-and-Run:શાસ્ત્રી નગરમાં 27 વર્ષીય યુવાનનું કરૂણ મોત; કાર્નિવલ મોલથી ડ્યુટી પૂરી કરીને ઘરે પરત ફરતા સમયે નડ્યો અકસ્માત, પોલીસે બાઈક નંબરના આધારે તપાસ તેજ કરી.

Goregaon Hit-and-Run: 27-Year-Old Biker Killed After Being Hit by Speeding Motorcycle; Police Launch Hunt for Absconding Rider.

Goregaon Hit-and-Run: 27-Year-Old Biker Killed After Being Hit by Speeding Motorcycle; Police Launch Hunt for Absconding Rider.

News Continuous Bureau | Mumbai
Goregaon Hit-and-Run:મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાસ્ત્રી નગર રોડ પર વેલનેસ મેડિકલ સામે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 27 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. માનવતા નેવે મૂકીને અકસ્માત સર્જનાર મોટરસાઈકલ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

ફરજ પૂરી કરી ઘરે જતી વખતે બની દુર્ઘટના

મૃતક યુવાન ગોરેગાંવના કાર્નિવલ મોલમાં નોકરી કરતો હતો. અકસ્માત સમયે તે પોતાની શિફ્ટ પૂરી કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન સામેથી અત્યંત પૂરપાટ ઝડપે આવતી એક મોટરસાઈકલે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે યુવાન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.

 રિક્ષા ચાલકે દાખવી માનવતા

અકસ્માત સર્જીને આરોપી ભાગી છૂટ્યો હતો, પરંતુ ત્યાંથી પસાર થતા એક રિક્ષા ચાલકે તરત જ ઈજાગ્રસ્ત યુવાનને જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. કમનસીબે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવાને દમ તોડી દીધો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ગોરેગાંવ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસમાં અકસ્માત સર્જનાર મોટરસાઈકલનો રજીસ્ટ્રેશન નંબર પોલીસને મળી ગયો છે.આ સાથે જ શાસ્ત્રી નગર રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીની ઓળખ કરી શકાય. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવાની ખાતરી આપી છે.

Fake Police Robbery Mumbai:એરપોર્ટથી ઘરે જઈ રહેલા યુવાન સાથે ‘નકલી પોલીસ’ની ઠગાઈ; તપાસના બહાને ₹53,000ની લૂંટ.
Andheri Drug Free Campaign Reward:ડ્રગ્સ માફિયાઓને પકડાવો અને ₹10,000નું રોકડ ઈનામ મેળવો: અંધેરીમાં ધારાસભ્યની મોટી જાહેરાત.
Mumbai Customs: મુંબઈ કસ્ટમ્સની દમદાર કામગિરી: વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹૧૦૭૯ કરોડનું ડ્રગ્સ નાશ કરી ડ્રગ માફિયાઓની કમર તોડી.
Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Exit mobile version