News Continuous Bureau | Mumbai
મુંબઈની ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલ મુંબઈગરા માટે મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડની સાથે જ ગોરેગામ-મુલુંડ લિંક રોડ બાંધી રહી છે. આ લિંક રોડ બંધાઈ ગયા બાદ પૂર્વ અને પશ્ચિમ ઉપનગર વચ્ચેનું એક કલાકનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાશે.
હાલ મુલુંડથી ગોરેગામ જતા ઓછામાં ઓછો એક કલાકનો સમય લાગે છે. અમુક સમયે પીકઅવર્સમાં તેનાથી પણ વધુ સમય જતો હોય છે. જોકે BMC પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને જોડતો વધુ એક લિંક રોડ બાંધી રહી છે, જેને કારણે એક કલાકને બદલે મુલુંડથી ગોરેગામ 20 મિનિટમાં પહોંચી જવાશે.
આ સમાચાર પણ વાંચો :કોંગ્રેસને મોડે મોડે જ્ઞાન લાદ્યુ… પાંચ રાજ્યોની ચૂંટણીમાં ધબડકા બાદ BMCની ચૂંટણી માટે કોંગ્રેસનો શિવસેના સાથે યુતિ કરવા મરણિયો પ્રયાસ; જાણો વિગતે
ગોરેગામ-મુલુંડ વચ્ચે બંધાઈ રહેલા 12.20 કિલોમીટર લાબા અને 45.70 મીટર પહોળા લિંક રોડના બાંધકામ પાછળ પાલિકા 8,137 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. લિંક રોડ માટે પાલિકાએ 2022-23ના બજેટમાં 13,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત બે ફ્લાયઓવર અને એક ટનલનું કામ ચાર વર્ષમાં પૂરું થયું બાદ તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. આ લિંક રોડમાં બે ટનલ બાંધવામાં આવવાની છે, એક ટનલ ગોરેમામ ફિલ્મ સીટીની નીચેથી તો બીજી ટનલ બોરીવલીમા નેશનલ પાર્ક નીચેથી નીકળવાની છે.
