Site icon News Continuous Bureau | Mumbai

Goregaon Producer House Theft ગોરેગાંવમાં નિર્માતાના ઘરમાંથી ૨ લાખ રોકડા અને હાર્ડ ડિસ્ક ચોરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ

Goregaon Producer House Theft મહિલા ફિલ્મ નિર્માતાની વિલે પાર્લે પ્રોડક્શન ઓફિસ સાથે જોડાયેલા કર્મચારીએ જ કર્યો હતો હાથ સાફ, સીસીટીવી પણ કર્યા હતા ડિલીટ

Goregaon Producer House Theft  ગોરેગાંવમાં નિર્માતાના ઘરમાંથી ૨ લાખ રોકડા અને હાર્ડ ડિસ્ક ચોરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ

Goregaon Producer House Theft ગોરેગાંવમાં નિર્માતાના ઘરમાંથી ૨ લાખ રોકડા અને હાર્ડ ડિસ્ક ચોરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Goregaon Producer House Theft ગોરેગાંવમાં એક ફિલ્મ પ્રોડક્શન હાઉસના આસિસ્ટન્ટ મેનેજરે જ મહિલા ફિલ્મ નિર્માતાના ઘરમાંથી ૨ લાખ રૂપિયાની રોકડ અને ૧૦ટીબીની હાર્ડ ડિસ્ક ચોરી કરી લીધાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે એક મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

Goregaon Producer House Theft – પ્રોડક્શન આસિસ્ટન્ટ કમ મેનેજર પાસે રહેતી હતી ઘરની ચાવી

ફરિયાદી મહિલા વિલે પાર્લેમાં પ્રોડક્શન ઓફિસ ચલાવે છે અને આરોપીને શરૂઆતમાં ઓફિસ એડમિનિસ્ટ્રેટર તરીકે રાખવામાં આવ્યો હતો. સારી કામગીરીને કારણે તેને પ્રમોશન આપી પ્રોડક્શન આસિસ્ટન્ટ કમ મેનેજર બનાવવામાં આવ્યો હતો. મહિલાએ ઘરની તિજોરીમાં ૨ લાખ રોકડા અને શૂટિંગ ડેટાવાળી હાર્ડ ડિસ્ક મૂકી હતી, જેની ચાવી આરોપી પાસે પણ રહેતી હતી.

Goregaon Producer House Theft – વતન જવાની રજા ન મળતાં કોઈને કહ્યા વગર ફરાર થઈ ગયો આરોપી

આરોપીને વતન જવાની લાંબી રજા ન મળતાં તે કોઈને કહ્યા વગર વતન નીકળી ગયો હતો અને બાદમાં મહિલાને બદનામ કરવાની ધમકી આપી હતી. તપાસ કરતાં ઘરમાંથી ચોરી થયાનું બહાર આવ્યું હતું અને આરોપીએ પુરાવા નાશ કરવા માટે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ ડિલીટ કરી નાખ્યા હતા.

Goregaon Producer House Theft – ગોરેગાંવ પોલીસે આરોપીને ઝડપી પાડી હાથ ધરી આગળની તપાસ

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોરેગાંવ પોલીસે ટેકનિકલ માધ્યમો અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની સઘન તપાસ હાથ ધરી મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે.

👉 આ સમાચાર વાચો:
Powai Fake Transgender Rape Case મુંબઈમાં કિન્નરનું રૂપ ધારણ કરી મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, પવઈ પોલીસની કાર્યવાહી

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version