ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
19 જાન્યુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ક્યારેય સફર કરી શકશે તે સંદર્ભે કંઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
બોમ્બે હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના વકીલે એવી વાત રજૂ કરી હતી કે મંગળવાર સુધીમાં મંત્રાલયમાં થનાર બેઠકમાં લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે. પરંતુ આવી કોઈ બેઠક કોરોના ની પરિસ્થિતિ ને કારણે થઈ નથી.
હવે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ તેમજ રેલવે અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ના ટ્રાવેલિંગ સંદર્ભે નો નિર્ણય જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે.
આમ લોકલ ટ્રેનમાં સામાન્ય માણસ ક્યારેય સફળ કરી શકશે તે નિશ્ચિતપણે કાંઈ નક્કી થઈ શક્યું નથી.
