ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 ઓક્ટોબર, 2021.
બુધવાર.
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની ઘટતી સંખ્યાને કારણે નિયંત્રણો નોંધપાત્ર રીતે હળવા કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે લોકલ ટ્રેનની મુસાફરીને લગતા નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા આદેશ અનુસાર, ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકો જેમણે રસીના બંને ડોઝ લીધા હશે તેઓ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, સરકારી કર્મચારીઓ તેમજ અતિ આવશ્યક સેવાઓમાં જોડાયેલા લોકોને ઓળખ કાર્ડના આધારે જ ટિકિટ આપવામાં આવતી હતી.
