Site icon

 Govinda Misfire Case : ગોળી કેવી રીતે ચાલી? ગોવિંદાના નિવેદન પર પોલીસને શક! શું છુપાવી રહ્યા છે અભિનેતા?

Govinda Misfire Case : પોલીસે બોલિવૂડ એક્ટર ગોવિંદાની પૂછપરછ કરી છે. મંગળવારે ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ગોળી આકસ્મિક રીતે તેની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયર કરવામાં આવી હતી. જોકે, પોલીસ ગોવિંદાના જવાબોથી સંતુષ્ટ જણાતી ન હતી.  

Govinda Misfire Case Loaded Revolver To Paranoia Struggle, Govindas Accidental Firing Raises Several Questions

News Continuous Bureau | Mumbai 

Govinda Misfire Case : ગઈકાલે મંગળવારે સવારે બોલીવુડ અભિનેતા ગોવિંદાએ અકસ્માતે પોતાને પગમાં ગોળી મારી દીધી હતી. ગોવિંદાની તબિયત હાલ સારી છે અને તેને પણ આજે સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજાનું કહેવું છે કે ડોક્ટર તેમને 2 થી 3 દિવસમાં ઘરે જવાની પરવાનગી આપશે. જો કે ડોક્ટરે તેમને 3-4 અઠવાડિયા માટે બેડ રેસ્ટની સલાહ આપી છે. દરમિયાન, પોલીસ આ મામલે ગોવિંદાના પરિવાર સાથે પણ વાત કરી રહી છે. પોલીસે અભિનેતાની પુત્રી ટીનાનું નિવેદન પણ નોંધ્યું છે. પરંતુ પોલીસ ગોવિંદાના પ્રારંભિક નિવેદનથી સંતુષ્ટ જણાતી નથી.

Join Our WhatsApp Community

Govinda Misfire Case : ઉઠી રહ્યા છે આ પ્રશ્નો

મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદાના હાથમાંથી રિવોલ્વર પડી જતાં ગોળી વાગી હતી. જો કે, આ શંકાસ્પદ છે કારણ કે જ્યારે રિવોલ્વર ઉપયોગમાં ન હોય ત્યારે તેને સેફટી લોકમાં રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ થાય  છે કે, શું ગોવિંદા સેફ્ટી લોક લગાવ્યા વગર જ બંદૂકને કબાટમાં રાખતો હતો. અન્ય એક પ્રશ્ન એ છે કે, સેફ્ટી લોક ન હોવા છતાં રિવોલ્વર પડી જાય તો ગોળીબાર કેવી રીતે થઈ શકે, કારણ કે આવી સ્થિતિમાં ટ્રિગર ગાર્ડ ફાયરિંગ થતું અટકાવી શકે છે. ત્રીજો પ્રશ્ન એ છે કે, જો ગોળી ભૂલથી પણ નીકળી ગઈ હોત તો પણ બંદૂક ની બેરલ ઘૂંટણ તરફ નહીં પણ ઉપરની તરફ હોવી જોઈએ. ચોથો સવાલ, જો ગોવિંદા શહેરની બહાર જઈ રહ્યો હતો તો તેને બંદૂક શા માટે લોડ કરી? કારણ કે રિવોલ્વર સામાન્ય રીતે લોડ રાખવામાં આવતી નથી. અહેવાલોમાં ઘણી વખત એ વાત સામે આવી છે કે અભિનેતા ગોવિંદા પેરાનોઇયા માટે ડોકટરોની સલાહ લેતા હતા, આવી સ્થિતિમાં શું તેઓ લોડેડ બંદૂક રાખવાની સ્થિતિમાં હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, ગોવિંદાની રિવોલ્વર 0.32 બોરની હતી. જ્યારે તેના પગમાંથી નીકળેલી ગોળી 9 mmની છે. સવાલ એ પણ છે કે 0.32 બોરની રિવોલ્વરમાં 9 mmની બુલેટ કેવી રીતે ફિટ થઈ શકે?

Govinda Misfire Case :પોલીસ ગોવિંદા પાસેથી બીજા ઘણા પ્રશ્નો પૂછશે

પોલીસે ગોવિંદાનું પ્રાથમિક નિવેદન નોંધ્યું હતું જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે પોલીસ અભિનેતાના અંતિમ નિવેદનની રાહ જોઈ રહી છે. પોલીસને ઉપરોક્ત એવા અનેક પ્રશ્નો છે. ગોવિંદા આ સવાલોના યોગ્ય જવાબ આપી શકયા નથી. આવી સ્થિતિમાં ફરી નિવેદન લેવામાં આવશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે નીચે પડ્યા પછી રિવોલ્વર કેવી રીતે ટ્રિગર થઈ? જો નીચે પડ્યા પછી રિવોલ્વરનું ટ્રિગર દબાઈ જાય તો જમીનની સપાટી પકડીને ફાયરિંગ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો :  Govinda health update: ગોવિંદા ની પત્ની સુનિતા એ આપ્યું તેના પતિ નું હેલ્થ અપડેટ, જાણો ક્યારે અભિનેતા ને મળશે હોસ્પિટલ માંથી રજા

Govinda Misfire Case :શું ગોવિંદા પોલીસથી કંઈક છુપાવી રહ્યો છે?

પોલીસને શંકા છે કે ગોવિંદા તેમની પાસેથી અકસ્માત સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી છુપાવી રહ્યો છે. પોલીસને આશા છે કે ઘટનાસ્થળના પંચનામામાં આ મામલે કેટલાક મહત્વના ખુલાસા થઈ શકે છે. બેલેસ્ટિક રિપોર્ટ પરથી બુલેટની દિશા અને અંતર પણ જાણી શકાય છે. પોલીસ આ મામલાની તપાસમાં નિષ્ણાતોની મદદ પણ લઈ રહી છે. આ સવાલોને લઈને પોલીસ ફરી એકવાર ગોવિંદાનું નિવેદન નોંધશે. 

જણાવી દઈએ કે ગોવિંદાએ ગોળી વાગ્યા બાદ વોઈસ નોટ દ્વારા નિવેદન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે, નમસ્કાર… પ્રણામ, હું ગોવિંદા. તમારા બધાના આશીર્વાદ, તમારા માતા-પિતાના આશીર્વાદ અને ગુરુની કૃપાથી ગોળી વાગી હતી પરંતુ તે દૂર થઈ ગઈ છે. હું અહીંના ડૉક્ટરનો, આદરણીય ડૉ. અગ્રવાલ જીનો અને દરેકની પ્રાર્થનાનો આભાર માનું છું, આપ સૌનો આભાર. 

Mahakali: દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની ‘મહાકાલી’, નવું પાવરફુલ પોસ્ટર થયું રિલીઝ, ફેન્સ થયા સ્તબ્ધ.
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version