Site icon

મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત.. 

King of fruits Kesar entry in market yard, know what is the price of 10 kg

કેરી રસિકો માટે ગુડ ન્યૂઝ, ફળોના રાજા કેસરની જૂનાગઢ માર્કેટ યાર્ડમાં એન્ટ્રી, જાણો એક પેટીનો ભાવ..

 News Continuous Bureau | Mumbai

કોંકણના રાજા એટલે કે હાફૂસ (Hapus) કેરી (આલ્ફોન્સો) ખાવાના શોખીનો માટે સારા સમાચાર છે. સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકાની દેવગઢ આલ્ફોન્સો કેરીનું પ્રથમ બોક્સ નવી મુંબઈમાં વાશી APMC માર્કેટ ( Navi Mumbai APMC)માં મોકલવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

દેવગઢના કાટવાન ગામના બે યુવા કેરી ઉત્પાદક દિનેશ શિંદે અને પ્રશાંત શિંદેએ તેમના બગીચામાંથી હાફૂસ કેરી મુંબઈના વાશી APMC માર્કેટમાં મોકલી છે. માર્ગશીર્ષ મહિનાના પ્રથમ ગુરુવાર નિમિત્તે બે ડઝન કેરીનું પ્રથમ બોક્સ વાશીના બજારમાં મોકલવામાં આવ્યું છે. હવે તમામ ખેડૂતોની ભાવિ આર્થિક ગણતરી આ કેરીના કેટલા ભાવ મળે છે તેના પર નિર્ભર છે..

કાટવાન કેરી ઉગાડનાર શિંદેના ઘર પાસેના કેરીના બગીચામાં 15 ઓગસ્ટના રોજ હાફૂસ ના મોર ફૂલ્યા હતા. એ મોર જાળવવા તેણે સખત મહેનત કરી. કૃષિ તજજ્ઞો સાથે પરામર્શ કર્યા બાદ આ મોરની યોગ્ય ખેતી કરવાને કારણે ફળની યોગ્ય માત્રા મળી હતી. તેથી જ આ ચાર ડાળીઓ પર મળેલી કેરીના પ્રથમ ફળની લણણી કર્યા બાદ માર્ગશીર્ષ મહિનાના પ્રથમ ગુરુવારના શુભ મુહૂર્તે દેવગઢ હાપુસની કેરીનું પ્રથમ બોક્સને  નવી મુંબઈ વાશી માર્કેટ માં મોકલવામાં આવ્યું.. 

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી ટાણે આ પાડોશી રાજ્ય માં કોમી તંગદિલી. એક આખા જિલ્લામાં ૪૮ કલાક માટે ઇન્ટરનેટ બંધ.

ઉલ્લેખનીય છે કે મોસમની પ્રથમ કેરીને મુહૂર્ત કેરી ગણવામાં આવે છે. તેથી, આ કેરીની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે અને સારી ઋતુ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાને આજના બાગાયતકારો તેમજ વેપારીઓએ સાચવી રાખી છે. જેથી બજારમાં જતા પહેલા હાફૂસ કેરીના બોક્સનું પૂજન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ખેડૂતો અનુમાન લગાવી રહ્યા હતા કે સિઝન પહેલા ફ્રુટ માર્કેટમાં જતી બે ડઝન કેરીના ભાવ બોક્સ 7 થી 8 હજારની આસપાસ આવશે. આના પરથી સાંભળવા મળ્યું કે હાફૂસ મોરની યોગ્ય કાળજી રાખવામાં આવે તો તે ફળ આપી શકે છે. ઋતુચક્રમાં વારંવાર થતા ફેરફારો સાથે, શિંદે બંધુઓએ મોર જાળવવા માટે અથાક મહેનત કરી. આ સિઝનના કેરીના ફળનો સ્વાદ તેણે પોતે જ ચાખ્યો હતો. ત્યારબાદ બાકીની કેરીઓ કાઢીને બોક્સ મોકલવામાં આવી હતી.

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version