ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈ શહેરમાં પ્રોપર્ટીની કિંમત આસમાનને આંબે તેટલી વધુ છે. જેને કારણે અનેક વખત ગ્રાહક અને ડેવલપર વચ્ચે અણબનાવ બનાવ બનતા હોય છે તેમજ છેતરપિંડીના બનાવો પણ બને છે. આ તમામ વિવાદોનો કાયદાકીય રીતે ઉકેલ લાવવામાં વર્ષો નીકળી જાય છે.
આથી મહારેરા ના અધ્યક્ષ અજોય મહેતાએ પોતાને મળેલા વિશેષ અધિકારનો ઉપયોગ કરીને આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કાઉન્સિલિએશન ફોરમ પાસે ફરિયાદ પાઠવ્યા ના ૬૦ દિવસની અંદર આ વિવાદનો ઉકેલ લાવવો ફરજિયાત છે.
આમ હવે ટેબલો પર સાથે કોઈ પણ પ્રકારની કાયદાકીય લડાઈ નો અંત માત્ર બે મહિનામાં આવશે.
