ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હવામાન વિભાગે મુંબઈ, થાણે અને કોંકણમાં આજથી આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની તરફથી કહેવાયું છે કે રાયગઢ, પુણે, રત્નાગિરી, સતારા અને કોલ્હાપુરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ, થાણે, વર્ધા, પાલઘર અને સિંધુદુર્ગના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે અને તેના ઉત્તર – પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે. આના કારણે મુંબઈ સહિતા કોંકમ અને પશ્ચિમી મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે.
