Site icon

અષાઢી બીજે મુંબઈમાં જોરદાર વરસાદ : મુંબઈ, થાણે સહિત પાલઘરમાં હવામાન ખાતાનું ઓરેન્જ એલર્ટ, આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડશે; જાણો વિગત

Rains Expected In These Districts Of Marathwada On Two Days

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં ભર ઉનાળામાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 જુલાઈ,  2021

Join Our WhatsApp Community

સોમવાર

લાંબા સમયથી ગાયબ થઈ ગયેલા વરસાદનું ફરી આગમન થયું છે. અષાઢી બીજના દિવસે વર્ષોથી વરસાદ પડવાની પરંપરા કાયમ રાખતો હોય એમ સવારથી જ મુંબઈના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘરમાં 15 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  આગામી ત્રણ કલાક મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

વહેલી સવારથી જ મુંબઈ, થાણે સહિતની આજુબાજુના વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળાં છવાયેલાં હતાં. 11 વાગ્યા બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે જ જોરદાર વરસાદનાં ઝાપટાં પડી ગયાં હતાં.  જેમાં ફોર્ટ, ચર્ચગેટ, દાદર, બાંદરા, બોરીવલી, દહિસર તો પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, વિક્રોલી, કુર્લામાં જોરદાર વરસાદ પડી ગયો હતો. એવી જ પરિસ્થિતિ થાણે, નવી મુંબઈમાં પણ જોવા મળી હતી. 

ભારતીય મૂળના સમીર બેનર્જીએ રચ્યો ઇતિહાસ, જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં આ ટાઇટલ પોતાના નામે કર્યું ; જાણો વિગતે

 સવારથી જ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમ જ 15 જુલાઈ સુધી અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રાયગડ, રત્નાગિરિ, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ જિલ્લાનો સમાવેશ થાય છે.

સવારના 24 કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં 7.69, મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કોલાબામાં મોસમનો અત્યાર સુધીનો કુલ 814.8 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સાંતાક્રુઝમાં અત્યાર સુધી 1106.8 મિ.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક પશ્ચિમ ઉપનગરમાં 5.23 મિ.મી. તો પૂર્વ ઉપનગરમાં 2.10 મિ.મી. વરસાદ પડ્યો હતો.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version