ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ 12 જૂન 2021
શનિવાર
મુંબઈ શહેરમાં પૂર્વ તેમ જ પશ્ચિમ ઉપનગરો અને તળ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને શુક્રવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શનિવાર સવાર સુધી સતત વરસતો રહ્યો. મુંબઈના પૂર્વીય ઉપનગરમાં ૯૦ મિલીમીટર વરસાદ પડ્યો. જ્યારે કે પશ્ચિમ ઉપનગરોમાં 93 મિલીમીટર વરસાદ પડ્યો. આ જ પ્રમાણે મુંબઈ શહેરમાં ૮૦ મિલીમીટર વરસાદ પડ્યો.
એટલે કે આખા મુંબઈમાં રાત્રી દરમિયાન 8 સેન્ટિમીટર જેટલો વરસાદ થયો છે. આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘણું પાણી ભરાઈ ગયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
