મુંબઇમાં સતત ત્રણ દિવસના કોરાધાકારો વાતાવરણ બાદ આજે ફરીથી આછેરો વરસાદી માહોલ સર્જાયો છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઇ માટે યલો એલર્ટ જારી કરાયું છે. સાથે જ હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે કે મુંબઇમાં આગામી બે દિવસ ૧૭,૧૮ જૂન દરમિયાન ભારે વર્ષા પડે તેવી સંભાવના છે.
થાણે,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગમાં આવતા ચાર દિવસ એટલે કે ૧૬,૧૭,૧૮,૧૯-જૂન દરમિયાન ભારેથી અતિ ભારે(યલો-ઓરેન્જ એલર્ટ) વરસાદ પડી શકે તેમ છે.
