ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .
મુંબઈ ના વિરાર ખાતે આવેલા જીવદાની મંદિર માં હવે ભાવિકો માટે હેલીકોપ્ટર સેવા શરુ થવાની છે .વર્ષો થી વિરાર નું જીવદાની મંદિર એ શ્રદ્ધાળુ ઓ માટે આસ્થા નું પ્રતીક બની ગયું છે .ત્યાં રોજ હજારો ની સંખ્યા માં લોકો દર્શન કરવા જાય છે.
જીવદાની મંદિર ના સંચાલક પ્રદીપ તેંડુલકર જણાવે છે કે ,' આ મંદિર માં ફક્ત મુંબઈ જ નહિ મહારાષ્ટ્રના નાના નાના ગામ માંથી પણ લોકો દર્શન કરવા ઉમટે છે .માટે જ અમે એ દર્શનાર્થી ઓ ની સુવિધા માટે હેલિકોપ્ટર સેવા શરુ કરવાનો નિર્ણય લીધો છે .આવતા એક મહિના ની અંદર યાત્રીઓ આ સુવિધા નો લાભ ઉઠાવી શકશે .' હાલમાં જીવદાની મંદિર ના મેદાન માં તાત્પુરતુ હેલિપેડ બનાવવાની તૈયારી ચાલી રહી છે.ભવિષ્ય માં હાઇડ્રોલીક હેલિપેડ બનાવવાની યોજના પણ છે .પુના સ્તિથ વરદ એવિએશન નામની પ્રાઇવેટ કંપની પાસે થી આ સેવા આપવા માં આવશે .
જીવદાની મંદિર માં આ હેલિકોપ્ટર માં એક સાથે પાંચ યાત્રી ઓ ને બેસાડવા ની સગવડ છે .તે માટે યાત્રીઓએ 3500 થી 5000 રૂપિયા સુધી ની રકમ ચુકવવાની રહેશે .શનિવાર અને રવિવારે પણ આ સેવા ચાલુ રહેશે .જોકે અત્યારે જીવદાની મંદિર માં રોપવે ટ્રેન થી પણ જઈ શકાય છે.
