Site icon

મુંબઈ વાસીઓ માટે કામ ના સમાચાર : હવે ટુ વ્હીલર ઉપર બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું પડશે. જો નહીં પહેરો તો આ કડક કાર્યવાહી થશે…. પોલીસે ફરમાન જાહેર કર્યું જુઓ ફરમાન ની કોપી જાણો વિગતે….

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસે(Mumbai Police) એક પરિપત્ર જાહેર કર્યું છે. આ પરિપત્ર(Circular) માં કહેવામાં આવ્યું છે કે મુંબઈ શહેરની હદમાં બે પૈડાના વાહન(Two wheeler) પર બેસનાર તમામ વ્યક્તિઓએ હેલ્મેટ(Helmet) ફરજિયાત પણે પહેરવું પડશે. આ જોગવાઈ કાયદાની ચોપડીમાં પહેલેથી હતી પરંતુ મુંબઈ શહેરમાં તેનું પાલન કરવામાં આવતું ન હતું. છેલ્લા ઘણા સમયથી મુંબઈ પોલીસે રસ્તા પર વાહન ચલાવી રહેલા અનેક લોકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન(Violation of law) નોંધ્યું હતું. ત્યારબાદ ભલામણ કરવામાં આવી હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  શિવસેનાના  નેતા યશવંત જાધવને ઈડીનું તેડું, આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ.. જાણો શું છે મામલો

હવે કાયદાની આ જોગવાઈ(provision of law) લાગુ થઈ ગઈ છે અને તે માટે નાગરિકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 15 દિવસ પછી જો આ કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો પાંચસો રૂપિયાનો દંડ થશે તેમ જ બાઈક ચલાવનાર વ્યક્તિ નું લાયસન્સ(License) ત્રણ મહિના માટે સસ્પેન્ડ(Suspend) કરવામાં આવશે.

આમ મુંબઈ પોલીસે મુંબઈ શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરી દીધું છે. સીધા શબ્દોમાં કહીએ તો હવે બે પૈડાના વાહન પર બેસનાર તમામ લોકોએ હેલ્મેટ પહેરવું પડશે.

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version