Site icon

નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ

News Continuous Bureau | Mumbai

ભાજપના કેન્દ્રીય પ્રધાન (Union Minister of BJP) નારાયણ રાણે(Narayan Rane) બાદ હવે ભાજપના બીજા નેતાને ગેરકાયદે બાંધકામને(Illegal construction) મોટો ફટકો પડ્યો છે. બોમ્બે હાઈ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય(Former BJP MLA) નરેન્દ્ર મહેતાની(Narendra Mehta) મીરા રોડમાં(Mira Road) આવેલી ક્લબમાં રહેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાને બોમ્બે હાઈકોર્ટે(Bombay High Court) ફટકાર લગાવી છે. હાઇકોર્ટે મીરા રોડ ખાતે નરેન્દ્ર મહેતાની 'સેવન ઇલેવન'(Seven Eleven) ક્લબના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે નિર્દેશ જારી કર્યા છે. હાઈકોર્ટે આજે  ક્લબને અપાયેલી વધેલી FSI ખોટી હોવાનું ચુકાદો આપ્યો હતો અને  બે મહિનામાં બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ ફૈયાઝ મુલ્લાજીએ(Faiyaz Mullaji) 2021ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ બાંધકામની બાજુમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે તે દર્શાવીને ખોટી રીતે વધારાની એફએસઆઈ(FSI)  મેળવવામાં આવી હતી. પરંતુ તે ખોટું છે અને બિલ્ડીંગના ઉપરના ત્રણ માળ અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો હતો.

ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મકરંદ કર્ણિકની બેન્ચે આ અરજી પર રાખી મુકેલો ચુકાદો આજે જાહેર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસૈનિકોનું મનોબળ વધારવા રશ્મિ ઠાકરે મેદાનમાં- નવરાત્રીમાં કરશે આ કામ

બોમ્બે હાઈકોર્ટે મીરા ભાયંદરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની સાથે મીરા-ભાયંદર મહાનગરપાલિકાને પણ મોટો ઝટકો આપ્યો છે. મેનગ્રોવ્ઝની કતલ કરીને ગેરકાયદેસર રીતે સ્થપાયેલી ક્લબ 7-ઈલેવનના કેસમાં સંબંધિતો સામે કેસ દાખલ કરવામાં આવે એવો આદેશ પણ 2019ની સાલમાં, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રણજીત મોરે અને જસ્ટિસ એનજે જમાદારની બેન્ચે આદેશ આપ્યો હતો.

મીડિયા હાઉસમા આવેલા અહેવાલ મુજબ મહાનગરપાલિકાના(BMC)  અધિકારીઓ સાથે મળીને, સેવન ઇલેવન નામની આ લક્ઝુરિયસ ક્લબ મીરા રોડના કનકિયા પાર્કમાં મેન્ગ્રોવ્સની(Mangroves in Kankia Park) કતલ કરીને લગભગ 3.5 એકર વિસ્તારમાં બનાવવામાં આવી હતી. આ લક્ઝુરિયસ ક્લબનું( luxurious club) બાંધકામ વર્ષ 2018માં પૂર્ણ થયું હતું. આ ક્લબમાં તત્કાલિન ધારાસભ્ય નરેન્દ્ર મહેતા, તેમના ભાઈ વિનોદ મહેતા(Vinod Mehta ) અને મહેતાના સાળા રજનીકાંત સિંહની ભાગીદારી છે. જો કે સામાજિક કાર્યકર ધીરજ પરબ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને મેનગ્રોવ્ઝ કાપીને ગેરકાયદેસર રીતે ક્લબ ઉભી કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી. આ જગ્યાએ માત્ર જિમ્નેશિયમની પરવાનગી લઈને આ લક્ઝરી હોટલ શરૂ કરવામાં આવી છે. આ અરજી દ્વારા તેમણે માંગણી કરી છે કે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે અને સંબંધિતો સામે કેસ દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.

સેન્ટ્રલ એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ(Central Environment Protection Act) મુજબ નો ડેવલપમેન્ટ ઝોન અને કોસ્ટલ ઝોનની(Development Zone and Coastal Zone) 200 મીટરની અંદર બાંધકામ કરી શકાતું નથી. જો તમારે બાંધકામ કરવું હોય તો તમારે તેના માટે પરવાનગી લેવી પડશે. જો કે, આરટીઆઈ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્યો દ્વારા આવી કોઈ પરવાનગી લેવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  લ્યો બોલો- ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો- છેતરાયા હોવાનુ ભાન થતા નોંધાવી પોલીસ ફરિયાદ- જાણો વિગતે 

 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version