Site icon

મુંબઈમાં વોર્ડની સંખ્યા વધારવાના પ્રકરણમાં હાઈકોર્ટે લીધો આ નિર્ણય, મહારાષ્ટ્ર સરકારને મળી રાહત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

 સોમવાર.

મુંબઈમાં વોર્ડની સંખ્યા વધારવાના પ્રકરણમાં બોમ્બે હાઈકોર્ટ તરફથી મહરાષ્ટ્ર સરકારને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે BMCમાં વોર્ડની સંખ્યા વધારવાના નિર્ણય સામે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. મુંબઈ શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને  મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના અને હાલના કોર્પોરેટરોની સંખ્યા 227 થી વધારીને 236 કરવાનો નિર્ણય તાજેતરની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય સામે ભાજપના નગરસેવકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

શિવસેના શાસિત મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં પૂરો થશે. રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સભ્યોની સંખ્યા વધારવાનો નિર્ણય અગાઉ જ  લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાના હાલના 227 કોર્પોરેટરની સંખ્યા નવથી વધારીને 236 કરવાનો  નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો હતો. ભાજપના કોર્પોરેટર અભિજિત સામંત અને કોર્પોરેટર રાજશ્રી શિરવાડકરે રાજ્ય સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

મુંબઈ 1993ના બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીનું આ દેશમાં થયું મૃત્યુ; જાણો વિગત

અરજદારોના દાવા મુજબ અગાઉ 2011ની વસ્તી ગણતરી મુજબ વોર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2011માં જ આ સંખ્યા 221 થી વધીને 227 થઈ ગઈ છે. તે સમયે મુંબઈની વસ્તીમાં 4 લાખનો વધારો થયો હતો. 2017ની ચૂંટણીમાં અનુસૂચિત જાતિના વોર્ડની વસ્તી ગણતરી અને વસ્તી અનુસાર વોર્ડની પણ પુનઃરચના કરવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે કોરોનાની પૃષ્ઠભૂમિ પર કોઈ નવી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ન હોવાથી તે જ આધાર પર વોર્ડની સંખ્યા માં ફરીથી વધારો કરી શકાય નહીં. વળી, મુંબઈની વસ્તી કોરોનાના સમયગાળા દરમિયાન ઘટી હશે. અરજદારોએ એવો પણ દાવો કર્યો હતો કે અનુમાન લગાવવું અને તે મુજબ વોર્ડની સંખ્યા વધારવી યોગ્ય નથી.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version