Site icon

MNSના આંદોલનને કારણે સૌથી વધુ નુકસાન હિંદુઓને, કોંગ્રેસના નેતાનો દાવો. મુંબઈના આટલા મંદિરો લાઉડસ્પીકર વાપરી નહીં શકે.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

MNS પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદ પર અનધિકૃત લાઉડસ્પીકરે મુદ્દે(Loudspeaker row) કરેલા આંદોલનની સૌથી વધુ અસર હિંદુઓને(Hindu) થઈ હોવાનો દાવો કોંગ્રસે કર્યો છે. રાજ ઠાકરેને કારણે મુંબઈના 2400 મંદિરો લાઉડસ્પીકર વાપરી શકશે નહીં એવો દાવો કોંગ્રેસના(Congress) સચિન સાવંતે(Sachin sawant) કર્યો છે.

સચિન સાવંતે ટ્વીટ(Tweet) કર્યું છે કે MNS ને કારણે હિન્દુઓને વધુ નુકસાન થયું છે. MNS ની કેટલી અજ્ઞાનતા? તે સ્પષ્ટ જણાય છે. મુંબઈ પોલીસ(Mumbai police) અધિનિયમ 38 (1) મુંબઈમાં પોલીસ લાઉડ સ્પીકર લગાવવાની મંજૂરી આપે છે. તેનો કેટલો અને ક્યારે ઉપયોગ કરવો તેનો કોઈ નિયમ નથી. સુપ્રીમ કોર્ટે(Supreme court) રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેસિબલ પર રોક લગાવી હતી. આ સિવાય કોઈ પ્રતિબંધ નથી, એમ સાવંતે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  રાણા દંપતીના ઘરે ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમ વિલા મોં એ પાછી ફરી, જાણો વિગતે.

સાવંતે કહ્યું હતું કે જો અવાજની મર્યાદા નું ઉલ્લંઘન થાય છે અથવા રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ તેનો ઉપયોગ કરે છે તો ફરિયાદ નોંધાવી શકાય છે. સવારની અઝાન(Morning Azan) ખુદ મુસ્લિમ સમાજ દ્વારા બંધ કરવામાં આવી છે. પરંતુ હવે કક્કડ આરતી પણ બંધ છે. હકીકત એ છે કે મનસેના(MNS) કારણે હિંદુઓને વધુ નુકસાન થયું છે. મુંબઈમાં કુલ 2404 મંદિરો અને 1144 મસ્જિદો છે. ગઈકાલ સુધી માત્ર 20 મંદિરોને જ મંજૂરી આપવામાં આવી હતી. 922 મસ્જિદોને મંજૂરી છે. 5 મંદિરો અને 15 મસ્જિદો માટેની અરજીઓ પેન્ડિંગ છે. જો આપણે MNSને સાંભળીએ તો 2400 મંદિરો, ચર્ચ, ગુરુદ્વારા અને બૌદ્ધ મંદિરો પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં.

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version