ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ19
ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારનો કાયદો છે કે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી એટલે કે એસ.આર.એ હેઠળ જે ઘર ઝૂંપડપટ્ટી ધારકને મળ્યું હોય તે ઘર દસ વર્ષથી પહેલાં વેચી શકાતું નથી. આ કાયદો બનાવવા પાછળનો હેતુ એ હતો કે ઝૂંપડપટ્ટી વાસી પોતાનું ઘર વેચીને વધુ ઝુંપડા ન બનાવે. હવે આ સંદર્ભે સરકારે પોતાના કાયદામાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું પ્રતિજ્ઞા પત્ર રજૂ કર્યું છે. નવા કાયદા મુજબ હવે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી નું ઘર માત્ર પાંચ વર્ષમાં વેચી શકાશે.
એટલે કે હવે એસ આર એ હેઠળ બનેલા ઘરો ઝુંપડપટ્ટી ધારક અને માલિક દસ વર્ષના સ્થાને પાંચ વર્ષ પછી પોતાનું ઘર પ્રાઇવેટ પાર્ટીને વેચી શકશે.
