Site icon

તો હોટલોમાં હવે જમવાનું પાર્સલ સ્ટીલ ના ડબ્બા માં મળશે- BMCએ આપ્યો હોટલોને આ નિર્દેશ- જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

મુંબઈને પ્રદૂષણ મુક્ત (Pollution free) કરવા મટે હવે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો વધુ સખતાઈ પૂર્વક અમલમા મૂકવાનો નિર્ણય લીધો છે. તે મુજબ હવે હોટલોમાં પાર્સલ માટે હોટલ માલિકોને(hotel owners) સ્ટીલ અથવા ફરી ઉપયોગમાં આવી શકે તેવા મટિરિયલના ડબ્બા(Material bins) વાપરવાનો નિર્દેશ પાલિકાએ આપ્યો છે. આ અઠવાડિયામાં આ મુદ્દે હોટલ અને રેસ્ટોરાંના એસોસિયેશન (Association of Hotels and Restaurants) આહાર સહિત અન્ય સંસ્થાઓ સાથે BMCની મહત્વની બેઠક યોજવાની છે.

Join Our WhatsApp Community

પર્યાવરણની સંતુલતા (Environmental balance) જળવાઈ રહે તે માટે જૂન 2018થી પ્લાસ્ટિક પર પ્રતિબંધ(Ban on plastic) મૂકવામાં આવ્યો હતો. પાલિકાએ આ કાર્યવાહી આકરી બનાવીને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરનારા સામે કાયદેસર કાર્યવાહી (Legal action) ચાલી કરીને દંડ વસૂલવાનું ચાલુ કર્યું હતું. જોકે કોરોનાને પગલે બે વર્ષ સુધી પાલિકાની એકશન ધીમી પડી ગઈ હતી. હવે જોકે પહેલી જુલાઈ, 2022થી ફરી પાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની પોતાની કાર્યવાહી ચાલુ કરી છે.  મોલ, માર્કેટ, દુકાનો તથા ફેરિયાઓ સામે એક્શન લેવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: આને કહેવાય ઘોર કળયુગ- પતિએ ભર ઊંઘમાં સૂતેલી પત્નીને ઉઠાડી ટ્રેન નીચે ધકેલી દીધી- ઘટના CCTVમાં થઈ ગઈ કેદ- જુઓ વિડીયો

આ દરમિયાન હોટલમાં પાર્સલ (Parcel in hotel) આપવા માટે અમુક જગ્યાએ પ્લાસ્ટિકની થેલી(Plastic bag) તો અમુક જગ્યાએ પ્લાસ્ટિકના ડબ્બા(Plastic bins) વાપરવામાં આવે છે. આ પ્લાસ્ટિકને કારણે પર્યાવરણ સામે જોખમ છે. તેથી પાલિકાએ હવે સ્ટીલ અથવા તેના જેવા મટિરિયલના ડબ્બા વાપરવાનો ઓપ્શન હોટલવાળાને આપ્યો છે. આ ડબ્બા વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ હોવાથી હોટલવાળાઓને પણ કોઈ વાંધો નહીં આવે એવું માનવામાં આવે છે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version