Site icon

મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં મકાન થયું ધરાશાયી- કોઈ જાનહાનિ નહીં- જુઓ વિડીયો- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

કુર્લા(Kurla)માં ચાર માળની ઈમારત ધરાશાયી થવાથી 19 લોકોના મોત થયાના ત્રણ દિવસ બાદ જ આજે ફરી આવી જ એક ઘટના મુંબઈ(Mumbai)ના કાલબાદેવી(Kalbadevi) વિસ્તારમાં બની છે. 

Join Our WhatsApp Community

 

મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ ઈમારતનો એક ભાગ ધરાશાયી(house collaps) થયો હતો. ફાયર બ્રિગેડ(Firbrigade)ની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય(Relief work)માં લાગેલી છે. જો કે હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. ઈમારતનો જે ભાગ તૂટી પડ્યો તે લેવલ 1નો છે. આ ઘટના મકાન નંબર-339/341, બદામ વાડી(Badam Vadi), કાલબાદેવી રોડમાં બની છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય જનતા પાર્ટી તરફથી જૂના જોગીઓ એટલે કે સાઇડલાઇન થયેલા નેતાઓ ફરી એકવાર મંત્રી બનશે

કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના રિપેરિંગ દરમિયાન બની હતી અને બિલ્ડિંગનો પશ્ચિમી ભાગ તૂટી પડ્યો હતો. સ્થળ પર કામ જોઈ રહેલા એક જુનિયર એન્જિનિયરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બિલ્ડિંગનો એક ભાગ સમારકામ દરમિયાન તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં મહાનગરમાં ઈમારત ધરાશાયી થવાની આ ચોથી મોટી ઘટના છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version