Site icon

સોસાયટીના રહેવાસીને 12 વર્ષે ન્યાય મળ્યો. લીકેજની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવું હાઉસિંગ સોસાયટીના હોદેદારોને પડ્યું ભારે, કમિશને ફટકાર્યો દંડ…

News Continuous Bureau | Mumbai      Housing society is responsible for Leakage in flats of society

એક હાઉસિંગ સોસાયટીમાં થતા વરસાદી પાણીના લીકેજની ફરિયાદ પ્રત્યે દુલર્ક્ષ કરવાનું હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓને ભારે પડ્યું હતું. ફરિયાદીએ 2009માં સોસાયટીને કરેલી ફરિયાદમાં છેક 12 વર્ષે મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશને (SCDRC)તેને ન્યાય આપ્યો હતો. કમિશને સોસાયટીના ચાર હોદેદારોને માથાદીઠ 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પણ ગ્રાહક પંચે પદાધિકારીઓની સાથે જ સોસાયટીને પણ દોષી ગણાવી હતી.

Join Our WhatsApp Community

મુંબઈમાં આવેલી ખાનગી હાઉસિંગ સોસાયટીના એક રહેવાસીએ સોસાયટીમાં અનેક વખત લીકેજને લઈને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના કહેવા મુજબ ફેબ્રુઆરી 2009માં તેણે લીકેજની ફરિયાદ નોંધાવી હતી. તેની સામે સોસાયટીએ તેને સાંભળી નહોતી. ત્યારબાદ ઓગસ્ટ 2010માં લીકેજને કારણે તેનું બાથરૂમની છત તૂટી પડી હતી. છતાં સોસાયટી આ રહેવાસીની ફરિયાદને ગણકારતી નહોતી. છેવટે ડિસ્ટ્રિક્ટ કમિશન બાદ તેણે મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી, જ્યાં તેને ન્યાય મળ્યો હતો.

કમિશનરે પોતાના ઓર્ડરમાં કહ્યું હતું કે સોસાયટીના સભ્યની ફરિયાદને તે સમયના હોદેદારોએ ધ્યાનમાં લીધી નહોતી. સોસાયટીની સાથે જ હોદેદાર ફરિયાદ વિશે યોગ્ય નિર્ણય નહીં લેવા બદલ અને ફરિયાદીને સેવા ન આપવા માટે જવાબદાર છે.

 આ સમાચાર પણ વાંચો :તો શું મુંબઈના રસ્તા પરથી ઓલા, ઉબેરની ટેક્સીઓ ગાયબ થઈ જશે? બોમ્બે હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ..

ગ્રાહક પંચે સોસાયટીને સવા બે લાખનું વળતર અને રિપેર ખર્ચ માટે 91,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પણ ફરિયાદી સહન કરવા પડેલા માનસિક ત્રાસ બદલ સવા બે લાખનું વળતર આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
ફરિયાદીએ સોસાયટી સામે અગાઉ ડિસ્ટ્રિક્ટ કમિશનમાં અરજી કરી હતી પણ 2019માં ત્યાં અરજી રિજેક્ટ થતાં તેમણે સ્ટેટ કમિશનમાં ફરિયાદ કરી હતી. તેમની અપીલનો સોસાયટી અને હોદ્દેદારોએ વિરોધ કર્યો હતો સોસાયટીના વકીલે કહ્યુ હતં કે ફરિયાદીએ સોસાયટીના રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરી છે અને ડિસ્ટ્રિક્ટ કમિશને એના આધારે અરજી રિજેક્ટ કરી હતી. જોકે ફરિયાદીએ હાર નહીં માનતા સ્ટેટ કમિશનમાં ગયો હતો.
મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશને પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની ફરિયાદ સાંભળવાની સત્તા અમારી પાસે છે. એટલે ડિસ્ટ્રિક્ટ પંચનો ચુકાદો કાયદેસરનો ના કહેવાય. હાઉસિંગ સોસાયટીના બાય-લોઝ પ્રમાણે સોસાયટીની પ્રોપર્ટીની રિપેર અને મેન્ટેનન્સની જવાબદારી સોસાયટીની છે. એટલે આ કેસમાં સોસાયટીએ જ સર્વિસ આપવાની છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version