Mumbai: રેસકોર્સની ખુલ્લી પડેલી જમીનનું ભાવિ ફક્ત ક્લબના આટલા સભ્યો કઈ રીતે નક્કી કરી શકે… ભાજપે પાલિકાને કર્યો સવાલ..

Mumbai: મુંબઈમાં રેસકોર્સની ખુલ્લી જમીનના વિકાસ પર પ્રશ્ન ઉઠતા. તેના માટે 1798 સભ્યોનું મતદાન કરવામાં આવ્યું હતું. તેના પર નારાજગી વ્યક્ત કરતા નાર્વેકરે પોતાની નારાજગી વ્યક્ત કરતો મહાનગરપાલિકાને એક પત્ર લખ્યો છે.

How can only so many members of the club decide the future of the open land of the race course... BJP asked the municipality

How can only so many members of the club decide the future of the open land of the race course... BJP asked the municipality

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈમાં સ્થિત રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબની ખુલ્લી જગ્યા સામાન્ય લોકો માટે રાખવામાં આવે, તેમ જ આ જમીન પર વિકાસ કામો થાય. તે માટે સતત માંગણીઓ ઉઠી રહી છે. ત્યારે આ જમીનના ( race course land ) અંગે વિચારણા નિર્ણય કરવા ક્લબના સભ્યો તરફથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના 1,718 સભ્યોમાંથી માત્ર 540 સભ્યોએ જ આ જમીનના વિભાજનની તરફેણમાં મતદાન કર્યું હતું. મતદાન થતા આ મામલામાં હવે ભાજપના ( BJP ) પૂર્વ કોર્પોરેટર મકરંદ નાર્વેકરે ( Makarand Narvekar ) પ્રસ્તાવિત રેસ કોર્સની ( Royal Western India Turf Club ) જમીનના વિભાજન પર પ્રશ્ન ઉઠાવ્યો છે. અને કહ્યુ છે કે, ફક્ત ક્લબના 500 સભ્યો રેસકોર્સનું ભાવિ કેવી રીતે નક્કી કરી શકે છે. મકરંદ નાર્વેકરે આ મામલામાં યોગ્ય ન્યાય માટે મહાનગરપાલિકા પ્રશાસનને ( BMC ) પત્ર આપીને તેમની નારાજગી વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે રેસ કોર્સ ( race course ) તમામ મુંબઈવાસીઓ માટે છે. 

Join Our WhatsApp Community

નાર્વેકરે પત્રમાં આ જમીનના ભાગલા વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કર્યો છે અને પત્રમાં કહ્યું છે કે, તે એક દુર્લભ ખુલ્લી જગ્યા છે. શાળાના બાળકોને અહીં પોલો અને ઘોડેસવારી શીખવવામાં આવે છે અને મહારાષ્ટ્રના અન્ય કોઈ શહેરમાં આવી તાલીમ આપવામાં આવતી નથી. તેથી નગરપાલિકા પ્રશાસને લોકોની ચિંતા દૂર કરવી જોઈએ. આ જમીન પર વિકાસ કરવાનુ કામ હજી એમ જ છે. આના પર હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેથી નગરપાલિકાઓએ આ ખુલ્લી જગ્યાનું ઓડીટ કાર્ય કરવુ જોઈએ.

 પાલિકાએ રેસકોર્સનો વિકાસ પ્લાન લોકો સમક્ષ મૂકવો જોઈએ…

આ યોજના અંગે નાગરિકોને વિશ્વાસમાં લેવાનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જો આપણે નગરપાલિકા દ્વારા અનામત જગ્યાઓ પર નજર કરીએ, તો આપણને ખબર પડશે કે તે વધુ સમય સુધી સુરક્ષિત રહેતી નથી; ઘણી ખુલ્લી જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામ બંધાઈ જાય છે અને તેની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. જો RWITC જમીનની માલિકીમાં રસ ધરાવતું નથી, તો અન્ય કોઈપણ ક્લબ જે રસ ધરાવે છે તેણે તેના માટે આગળ આવવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું.

આ સમાચાર પણ વાંચો : Data Leak: મોટા સાયબર હુમલાનો ખતરો! આટલા કરોડ મોબાઈલ યુઝરનો ડેટા થયો લીક.. સરકારે તપાસના આદેશ આપ્યા.

નાર્વેકરે એવો પણ ખુલાસો કર્યો હતો કે, નગરપાલિકા આ ​​પ્રોજેક્ટ લોકોના હિત માટે કરી રહી છે, તેથી પાલિકાએ રેસકોર્સનો વિકાસ પ્લાન લોકો સમક્ષ રાખવો જોઈએ અને તેની ખાતરી કરવા માટે એક ઉચ્ચ સત્તા સમિતિ (એચપીસી) ની રચના કરવી જોઈએ.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version