Site icon

કોરોના ની વેક્સિનનો ડોઝ કેવી રીતે બુક કરાવી શકાય? સ્ટેપ બાય સ્ટેપ અને સરળ શબ્દોમાં. અહીં છે જાણકારી…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 માર્ચ 2021

અત્યાર સુધી લાખો લોકો કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે. અનેક લોકોએ તે માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ આ થાય છે શી રીતે? તેમજ કોની માટે છે? રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? આવા અનેક પ્રશ્નો લોકોને મૂંઝવે છે. અહીં આ પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ લેખ લખાતા સુધી જે ઉત્તમ જાણકારી મોજુદ હતી તે પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યારબાદ જો કોઈ નિયમ બદલાય તો તે પ્રમાણે લોકોએ કરવું પડશે.

કોરોના વેક્સિનનો બીજો તબક્કો શું છે?

બીજા તબક્કા હેઠળ વેક્સિન માટે મોબાઈલથી રજીસ્ટ્રેશન કરવાનું છે. એક મોબાઈલ થી ત્રણ વ્યક્તિઓ રજિસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન વખતે વેક્સિનેશન માટે સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય ઉપલબ્ધ રહે છે. જેમાંથી વ્યક્તિએ યોગ્ય સમય અને સ્થળ પસંદ કરવાનું રહે છે. 

ઉલ્લેખનીય છે કે એ વસ્તુ જરૂરી નથી કે કોઈ વ્યક્તિ કેરળમાં મતદાતા હોય તો તે મુંબઈમાં વેક્સિન ન લઈ શકે. કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રીય સ્તર પર ગમે ત્યાં વેક્સિન લઈ શકે છે.

વેક્સિન લેતાં સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના ડેટા માં બદલાવ કરી શકે છે. એકવાર વેક્સિન લઈ લેવામાં આવે ત્યારબાદ ડેટામાં બદલાવ નહીં થઈ શકે.

સેલ્ફ રજીસ્ટ્રેશન શું છે? એ કઈ રીતે કરવું?

કોઈપણ લાભાર્થી વ્યક્તિએ www.cowin.gov.in આ વેબસાઈટ ઉપર જઈને પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તેને એસએમએસના માધ્યમથી એક otp મળશે. આ ઓટીપી થકી તેણે પોતાની જાતને આઇડેન્ટિફાય કરવાની રહેશે. એકવાર રજીસ્ટર થઇ ગયા બાદ તે વ્યક્તિએ ચાર માહિતીઓ આપવાની રહેશે.

૧. તે કયું ફોટો આઇડેન્ટિફિકેશન સેન્ટર ઉપર દેખાડવાનો છે તેની માહિતી

૨. તે આઇડેન્ટિફિકેશન કાર્ડ નો નંબર શું છે તેની માહિતી

૩. તે વ્યક્તિની ઉંમર

૪. તે વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ અને શું તે વ્યક્તિને કોઈ પ્રકારની વ્યાધિ છે કે કેમ? 

આટલી માહિતીઓ વેબસાઈટમાં નાખ્યા બાદ તે વ્યક્તિને મોબાઈલ ઉપર રજીસ્ટ્રેશન નો મેસેજ આવશે.

ભારતમાં દૈનિક કોરોના ના કેસમાં આંશિક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં…

રજીસ્ટ્રેશન માટેનો સમય અને સ્થળ કઇ રીતે મેળવવો?

વેબસાઈટ ઉપર વ્યક્તિએ એપોઇન્ટમેન્ટ મેળવવા માટે ના બટન પર ક્લિક કરવું અને ત્યારબાદ તેણે બુક એપોઈન્ટમેન્ટ ફોર vaccination સ્થળ પર જવું. 

ત્યારબાદ તે વ્યક્તિએ પ્રથમ રાજ્ય, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ અને ત્યાર પછી પોતાનો બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે તેમજ પીનકોડ પણ નાખવાનો રહેશે. (આ પીનકોડ dropout માં નીચે દેખાશે) 

એકવાર આ માહિતી નાખ્યા પછી સિસ્ટમમાંથી તેમને એ સ્થળની નજીક ના તમામ સેન્ટર દેખાડવામાં આવશે. 

આમાંથી મનગમતું સ્થળ વ્યક્તિએ સિલેક્ટ કરવું પડશે અને ત્યારબાદ બુક બટન દબાવવાનું રહેશે. સૌથી પહેલા કન્ફર્મેશન માટે એક બટન દેખાડવામાં આવશે જ્યાં બધી જ માહિતી લખેલી હશે.

તે વ્યક્તિએ આ માહિતી ચીવટપૂર્વક તેમજ ધ્યાનપૂર્વક વાંચવી અને ત્યારબાદ કન્ફર્મ બટન દબાવવું.

આ બટન દબાવ્યા બાદ એપોઇન્ટમેન્ટ successful એવો મેસેજ સ્ક્રીન પર દેખાશે.

વેક્સિનેશન સેન્ટર પર કયા કાગળ લઈ જવા?

કોઈપણ વ્યક્તિ જેણે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તે વેક્સિનેશન સ્થળ પર જઈને વેક્સિન હાંસલ કરી શકે છે. જોકે તેણે પોતાની સાથે આધાર કાર્ડ અથવા પેન કાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા એનપીઆર સ્માર્ટ કાર્ડ અથવા પેન્શન ડોક્યુમેન્ટ જેની ઉપર ફોટોગ્રાફ હોય એવા ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ જવા.

હવે બીજો ડોઝ મેળવવા માટે શું કરવું? 

મુંબઈ શહેર માં કોરોનાનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા.

પહેલો ડોઝ મળી ગયા પછી આપોઆપ બીજા ડોઝ માટેનો તમને સમય આપી દેવામાં આવે છે. રજીસ્ટર થયેલી વ્યક્તિને તે જ વેક્સિનેશન સેન્ટર પર બીજા ડોઝ માટેનો સમય આપવામાં આવશે.

શું બીજો ડોઝ ૨૯ દિવસમાં લેવો કમ્પલસરી છે?

ના. બીજો ડોઝ 29 દિવસથી માંડીને 42 દિવસની વચ્ચે લઇ શકાય છે. જોકે આ માટે તમારે વેક્સીનેશન સેન્ટર પર પોતાનો સમય બદલાવવો પડશે.

વેક્સિનેશન સ્થળ પર શું જણાવવું જરૂરી છે? 

સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ જે વ્યક્તિને કોઈ રોગ અથવા કોઈ પ્રકારની એલર્જી હોય કે પછી તેણે બીજા કોઈ પ્રકારની વેક્સિન લીધી હોય અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઇ પણ મહત્વપૂર્ણ માહિતી હોય તો તેણે વેક્સીનેશન સેન્ટર પર આપવી જરૂરી છે.

આમ, વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરી શકાય છે.

News Continues તરફથી તમને ઓલ ધ બેસ્ટ.

જો તમને આ લેખ પસંદ આવે તો બીજાને પાઠવશો. તેમજ આ લેખથી ફાયદો થાય તો નીચે કમેન્ટ જરૂર કરજો.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version