ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
મુંબઈ શહેરમાં ભેજ ઐતિહાસિક સ્તર પર પહોંચ્યો છે. વાત એમ છે કે કોલાબાની વેધશાળાએ ભેજનું પ્રમાણ 87થી 80 ટકા જેટલું નોંધ્યું હતું. બીજી તરફ સાંતાક્રુઝમાં ભેજનું પ્રમાણ 70થી 80 ટકા જેટલું છે. એટલે કે મુંબઈ શહેરમાં અત્યારે બફારો સર્વોચ્ચ આંક પર છે. આ કારણથી મુંબઈના શહેરવાસીઓ ઘરમાં ભારે ઉકળાટ મહેસૂસ કરી રહ્યા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ મુંબઈ શહેરમાં વાદળિયું વાતાવરણ રહેતાં લોકોમાં બફારો વધશે. હાલ મુંબઈ શહેરમાં પવન માત્ર ૧૫ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે લોકોની તકલીફ વધી રહી છે.
