Site icon

આર્થિક મોરચે ફટકો બેસતાં મુંબઈની આ ફાઇવ સ્ટાર હૉટેલ બંધ, કર્મચારીઓને પગાર આપવાના વાંધા; આગામી સૂચના સુધી બંધ રહેશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોરોના મહામારીમાં ભલભલાના આર્થિક મોરચે પસીના છૂટી ગયા છે. મુંબઈની પ્રખ્યાત ફાઇવ સ્ટાર હૉટેલ પણ એમાંથી બચી શકી નથી.  આર્થિક કટોકટીને પગલે  ફાઇવ સ્ટાર હૉટેલ  હયાત રેજેન્સીને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હૉટેલ પ્રશાસન પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા બચ્યા ન હોવાનું કહેવાય છે.

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પાસે હયાત રેજેન્સી હૉટેલ આવેલી છે, જે દેશ-વિદેશના પર્યટકોની માનીતી છે. આ હૉટેલ એશિયન હૉટેલ્સ વેસ્ટ લિમિટેડ કંપનીની માલિકીની હોવાનું કહેવાય છે.

સાત જૂન સોમવારના હયાત હૉટેલના ઇન્ડિયન હેડ તરફથી એક નોટિસ બહાર પાડવામાં આવી હતી, જેમાં હૉટેલ મૅનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે મૂળ કંપની એટલે કે એશિયન હૉટેલ્સ વેસ્ટ લિમિટેડ તરફથી તેમને હૉટેલ ચલાવવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું નથી.

હૉટેલમાં કર્મચારીઓ માટે લગાડવામાં આવેલી નોટિસ મુજબ એશિયન હૉટેલ્સ વેસ્ટ લિમિટેડ હયાત રેસિડેન્સીના મુંબઈના માલિક તરફથી હૉટેલ ચલાવવા માટે પૈસા મોકલવામાં આવ્યા નથી. એથી કર્મચારીઓને પગાર આપવા તથા હૉટેલ ચલાવવા માટે તેઓ સક્ષમ નથી. એથી હૉટેલમાં તાત્પૂરતા સમય માટે કોઈ કામ થશે નહીં. આગામી સૂચના સુધી હૉટેલ બંધ રહેશે.

દેશમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસનો કહેર, 28 હજારથી વધૂ કેસ નોંધાતા ફફડાટ ; જાણો સૌથી વધુ કેસ ક્યા રાજ્યમાં નોંધાયા

અહીં ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે જાન્યુઆરી 2020થી દેશ-વિદેશમાં હૉસ્પિટાલિટી સેક્ટરને પણ ભારે ફટકો પડ્યો છે. લૉકડાઉનની સાથે જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ, પર્યટન વગેરે પર રહેલા પ્રતિબંધનો જબરદસ્ત આર્થિક ફટકો હૉટેલ ઉદ્યોગને પડ્યો છે. પરિસ્થિત માંડ નવેમ્બર-ડિસેમ્બરમાં સુધરી હતી ત્યાં કોરોનાની બીજી લહેરને પગલે માંડ બેઠી થયેલી ઇન્ડસ્ટ્રીને ફરી માર પડ્યો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version