ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ
મુંબઈ શહેરમાં કોરોના બહુ ઝડપથી વધી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને બિલ્ડિંગોમાં ઘૂસેલો કોરોના બહાર નીકળવાનું નામ નથી લઇ રહ્યો. જો કે આ સંદર્ભે મહાનગરપાલિકાના અધિકારીઓનું માનવું છે કે હાઉસિંગ સોસાયટી માં રહેનાર લોકો નિયમનું પાલન નથી કરી રહ્યા.
હવે આ સંદર્ભે કરાર ભૂમિકા લેતા મહાનગરપાલિકા નિર્ણય લીધો છે કે જો કોરોના ના દર્દી અથવા હોમ કોરન્ટીન થયેલા કોઈ વ્યક્તિને ખુલ્લામાં ફરતો જોવામાં આવશે તો સોસાયટીના સેક્રેટરીની વિરુદ્ધમાં ગુનો નોંધાશે.
આ માટે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ સોસાયટીના રહેવાસીઓ ને અપીલ કરી છે કે આવી કોઈ પણ ઘટના ના ફોટોગ્રાફ અને વિડિયો પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાને શેર કરવામાં આવે.
આમ હવે મુંબઈ શહેરમાં સોસાયટીના સેક્રેટરી ઓનું આવી બનશે.
