Site icon News Continuous Bureau | Mumbai

IIT Bombay Student Sahil Wakode Death Case IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મોત પાછળનું રહસ્ય શું? પ્રોફેસર ડૂલાની ૧૦ કલાક કડક પૂછપરછ આરોપો નકાર્યા

IIT Bombay Student Sahil Wakode Death Case પવઈ કેમ્પસમાં લાંબી પૂછપરછ, પ્રોફેસરે દાવો કર્યો ‘નિયમો મુજબ જ કાર્યવાહી કરી હતી, જાતિગત ટિપ્પણી ક્યારેય નથી કરી’

IIT Bombay Student Sahil Wakode Death Case   IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મોત પાછળનું રહસ્ય શું? પ્રોફેસર ડૂલાની ૧૦ કલાક કડક પૂછપરછ આરોપો નકાર્યા

IIT Bombay Student Sahil Wakode Death Case IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મોત પાછળનું રહસ્ય શું? પ્રોફેસર ડૂલાની ૧૦ કલાક કડક પૂછપરછ આરોપો નકાર્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

IIT Bombay Student Sahil Wakode Death Case આઈઆઈટી બોમ્બે (IIT Bombay) ના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોતના મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલાની આશરે ૮ થી ૧૦ કલાક સુધી સઘન પૂછપરછ કરી છે, જેમાં પ્રોફેસરે પોતાના પર લાગેલા તમામ માનસિક સતામણી અને જાતિવાદી આરોપોને ફગાવી દીધા છે.

IIT Bombay Student Sahil Wakode Death Case – પવઈ કેમ્પસમાં પ્રોફેસર ડૂલાની ૮ થી ૧૦ કલાક સઘન પૂછપરછ

પ્રતિષ્ઠિત આઈઆઈટી બોમ્બેના દ્વિતીય વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેના અપમૃત્યુ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમે પવઈ કેમ્પસ ખાતે ઉપસ્થિત રહીને સંસ્થાના પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલા (Prof. Suryanarayan Doolla) નું નિવેદન નોંધ્યું હતું. તપાસ અધિકારીઓએ આશરે ૮ થી ૧૦ કલાક સુધી પ્રોફેસરની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને પરીક્ષા દરમિયાન બનેલી સમગ્ર ઘટના, વિદ્યાર્થી સાથે થયેલી વાતચીત તેમજ ત્યારપછીના ઘટનાક્રમ અંગે ચોક્કસ વિગતો મેળવી હતી.

IIT Bombay Student Sahil Wakode Death Case – પ્રોફેસરે તમામ આરોપો નકારી નિયમપાલનનો કર્યો દાવો

પૂછપરછ દરમિયાન પ્રોફેસર ડૂલાએ સાહિલના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેમણે સંસ્થાની આચારસંહિતા અને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ જ કાર્યવાહી કરી હતી. તેમણે ક્યારેય કોઈ પણ પ્રકારના જાતિસૂચક કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પરીક્ષા દરમિયાન અયોગ્ય સાધનોના ઉપયોગની શંકા બાદ પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના પ્રાથમિક અહેવાલો આવ્યા હતા, જે બાદ સાહિલે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

IIT Bombay Student Sahil Wakode Death Case – પરિવારના આક્ષેપો અને ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ

સાહિલ વાકોડેના માતા-પિતાએ સંસ્થામાં જાતિગત ભેદભાવ અને પ્રોફેસર દ્વારા માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને ન્યાય માટે આઝાદ મેદાન ખાતે ભૂખ હડતાળ પણ આદરી છે. ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત ૪૦ થી ૫૦ લોકોના નિવેદનો નોંધ્યા છે. ઉપરાંત સાહિલના મોબાઈલ ફોન, લેપટોપ અને ટેબ્લેટને કાલિના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલીને ડિજિટલ પુરાવા તેમજ કેમ્પસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..

Mumbai CJP Shivaji Park Protest Tragedy CJP ના પ્રદર્શન દરમિયાન કરુણ ઘટના શિવાજી પાર્ક ખાતે અચાનક તબિયત લથડતાં વૃદ્ધ ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલાં દમ તોડ્યો
Dharavi Experience Centre નવા રંગરૂપમાં સજશે ધારાવી, હાઈટેક એક્સપિરિયન્સ સેન્ટર શરૂ; ભવિષ્યના મોડેલ ફ્લેટ્સ અને આધુનિક સુવિધાઓનું લાઈવ પ્રદર્શન
Gorai Beach Hit And Run વીકેન્ડની મજા બની મોતની સજા! ગોરાઈ બીચ પર સ્પીડના શોખીન કારચાલકે મહિલાઓ સહિત ૪ ને ઉડાવ્યા…
Antilia Bomb case એન્ટિલિયા બોમ્બ ધમકી કેસમાં NIAનો મોટો નિર્ણય પરમબીર સિંહ સહિત 23 સાક્ષીઓના નિવેદનોનો ટ્રાયલમાં નહીં થાય ઉપયોગ
Exit mobile version