Site icon

ખતરાની ઘંટી- આગામી પાંચ દિવસ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ-તો કોંકણ માટે રેડ એલર્ટ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં(Maharashtra) મુશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે. મુંબઈ માટે ઓરેન્જ(Orange alert) તો કોંકણ(kokan) માટે હવામાન ખાતાએ(Weather department) રેડ એલર્ટ(Red alert) આપ્યું હોઈ આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. અતિવૃષ્ટિની શક્યતાને પગલે રાજ્ય સરકાર(State Government) પણ એલર્ટ થઈ ગઈ છે અને એનડીઆરએફની(NDRF) ટુકડીને તૈનાત કરી દીધી છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના મોટાભાગના વિસ્તાર વરસાદ ગાંડોતૂર બની ગયો છે.  રાજ્યમાં ખેડ(Khed), ચિપલૂણ(Chiplun), સંગમેશ્વર(Sangameshwar), લાંજા તાલુકામાં અતિવૃષ્ટિ થઈ છે. ઠેર ઠેર નદીઓમાં પૂર આવ્યા છે. ખેડની જગબુડી, સંગમેશ્ર્વરી શાસ્ત્રી અને રાજાપુરની કોદવલી નદીઓ(Lakes) ખતરાની નિશાનીથી ઉપર વહી રહી છે. સિંધુદુર્ગનો(Sindhudurg) મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે. ભારે વરસાદને કારણે કુંભાર્લી ઘાટમાં ભેખડ ધસી પડતા મુંબઈ-ગોવા વાહન વ્યવહાર(Transportation) ખોરવાઇ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત

કોલ્હાપુરમાં(Kolhapur) પંચગંગા નદીમાં(Panchganga river) નદી જોખમી સપાટી વટાવી ગઈ છે. આસપાસના ગામમાં પૂરનો ભય છે.  9 જુલાઈ સુધી મુશળધાથી અતિ મુશળધાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

ત્રણ દિવસથી કોંકણ કિનારપટ્ટી(Konkan coast) પર જોરદાર વરસાદ ચાલુ છે. સોમવારથી વરસાદે કાળોકેર મચાવ્યો છે. રાયગઢ(Raigad) અને રત્નાગિરિ જિલ્લામાં અનેક તાલુકામાં પૂર આવ્યા છે. રત્નાગિરીમાં 24 કલાકમાં  સાડા છ ઈંચ વરસાદ પડી ગયો છે.  અનેક ગામ સાથે પૂરના કારણે સંપર્ક તૂટી ગયા છે. અહમદનગરમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં ઠેરઠેર પૂર આવ્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધી ચાર હજાર નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો મુંબઈ, રાયગઢ, રત્નાગિરીમાં એનડીઆરએફની ટુકડીઓન તૈનાત કરી દેવામાં આવી છે.
 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version