ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ 2021
ગુરૂવાર.
મુંબઈ શહેરમાં વરસાદનું જોર ગત ત્રણ ચાર દિવસથી ચાલુ રહ્યું છે. એવામાં હવામાન વિભાગ તરફથી અનુમાન આપવામાં આવ્યું છે કે ગુરુવારના દિવસે એટલેકે તારીખ ૨૨ જુલાઇના રોજ જોરદાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મુંબઇ શહેરમાં સવારના સમયે એટલે કે 10 વાગીને 52 મિનિટે 4:50 મીટરની ભરતી આવવાની છે.
એક વાત સ્પષ્ટ છે કે આ ભરતી સમયે જો મુંબઈ શહેરમાં વરસાદનું જોર રહ્યું તો આખા શહેરમાં પાણી ભરાઈ જશે. આથી મુંબઈ શહેર માટે બપોરે એક વાગ્યા સુધીનો સમય વિકટ ભરેલો છે.