ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
મુંબઈમાં આજે વહેલી સવારથી વરસાદના ઝાપટાં પડયા બાદ મોટાભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે.
હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ આજે કમોસમી વરસાદ ચાલુ રહેવાની ધારણા છે અને મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ અઠવાડિયાના અંત સુધીમાં મધ્યમ વરસાદ રહેવાની આશંકા છે.
અપેક્ષિત વરસાદને ધ્યાને લઈને આઈએમડીએ મહારાષ્ટ્ર, ગોવાના દરિયાકિનારે માછીમારોને આવતા પાંચ દિવસો સુધી માછીમારી ન કરવાની ચેતવણી આપી છે.
માસ્કને લગતો તકલઘી નિર્ણય પાછો ખેંચવાની આ સંસ્થાએ કરી મુખ્ય પ્રધાનને માગણી, જાણો વિગત
