Site icon

શૉકિંગ! બોરીવલીના નૅશનલ પાર્કમાં પાંચ મહિનામાં આટલાં પ્રાણીનાં થયાં મોત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બોરીવલીમાં આવેલા નૅશનલ પાર્કમાં સરકારની બેદરકારીને કારણે છેલ્લા પાંચ મહિનામાં પાંચ પ્રાણીઓનાં મોત થયાં છે, જેમાં બે વાઘણ, બે દીપડા અને એક સિંહણનો સમાવેશ થાય છે.

નૅશનલ પાર્કમાં ટાઇગર સફારી પાર્ક પર્યટકોમાં ભારે આકર્ષણ ધરાવે છે, ત્યારે ગયા અઠવાડિયે મસ્તાની નામની 13 વર્ષની વાઘણનું મૃત્યુ થયું હતું. મસ્તાનીએ ખાવાનું છોડી દેતાં એની તબીબી તપાસ કરવામાં આવી હતી, જેમાં એને 106 ડિગ્રી તાવ હોવાનું જણાયું હતું. છેવટે ગયા ગુરુવારે એનું મૃત્યુ થયું હતું.  પોસ્ટમૉર્ટમમાં એના ગર્ભાશયમાં ગાંઠ જણાઈ હતી તેમ જ એના ગળામાં પણ માંસનો ટુકડો અટકેલો જણાયો હતો. વાઘની સંખ્યા વધારવાના ઇરાદે જુલાઈ 2016માં એને પેંચ નૅશનલ પાર્કથી લાવવામાં આવી હતી.

બોરીવલી નૅશનલ પાર્કમાં હવે માત્ર પાંચ વાઘ બચ્યા છે, જેમાં બીજલી, દુર્ગા, બસંતી નામની ત્રણ વાઘણ અન બાજીરાવ તથા સુલતાન એમ બે નર વાઘનો સમાવેશ થાય છે.

બાપરે! કોરોના બાદ મુંબઈગરાના માથા પર ઊભું થયું આ નવું સંકટ; જાણો વિગત

બોરીવલી નૅશનલ પાર્કમાં પ્રાણીઓની નાદુરસ્ત તબિયત માટે ફુલટાઇમ વેટરનિટી ડૉક્ટર પણ ન હોવાનું એક કારણ માનવામાં આવે છે. લાંબા સમયથી ફુલટાઇમ માટે વેટરનિટી ડૉક્ટરને નીમવાની માગણી પ્રત્યે પ્રશાસન દુર્લક્ષ કરી રહ્યું હોવાનું કહેવાય છે, એને કારણે પ્રાણીઓના આરોગ્ય સામે મોટું જોખમ નિર્માણ થયું છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version