Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલીમાં આ બહેન લોકોને ઘરના કચરામાંથી જાતે જ ખાતર બનાવતાં શીખવે છે; જાણો શું છે આખો ઉપક્રમ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

દેશમાં અને ખાસ કરીને મુંબઈમાં કચરાનું વ્યવસ્થાપન એક ખૂબ જ મોટી સમસ્યા છે. ઠેકઠેકાણે કચરા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના પર્વતો બની ગયા છે અને હવે એનો નિકાલ કરવો પાલિકા માટે એક ખૂબ જ મોટી સમસ્યા બની ચૂકી છે. એવામાં બોરીવલીમાં એક બહેન એવાં છે જે કચરામાંથી ખાતર બનાવવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

આ વાત છે ભાગ્યશ્રી ચેમબુરકરની, જે અત્યાર સુધીમાં આશરે ૫૦૦ લોકોને ઘરે જ કચરાનું વ્યવસ્થાપન કરી એમાંથી ખાતર બનાવતાં શીખવી ચૂક્યાં છે. છેલ્લાં ચાર વર્ષથી તેઓ આ ઉપક્રમ ચલાવે છે. ઘરે જ કચરાના નિયોજન માટે કમ્પોસ્ટ કિટની જરૂર પડે છે જેની કિંમત માત્ર ૬૦૦ રૂપિયા છે અને તે ખૂબ લાંબો વખત ચાલે છે.

ખાતર બનાવવા માટે બિનપ્રોસેસ્ડ કચરો જેમ કે ફળ-શાકભાજી, ફૂલ-હાર અને ચાની ભૂકી વગેરેને કમ્પોસ્ટ બૉક્સમાં નાખવામાં આવે છે અને ત્યાર બાદ એકથી દોઢ મહિના સુધીમાં ખાતર બને છે. એક વિશેષ વાત છે કે આ દરમિયાન પણ તમે આ બૉક્સમાં સતત કચરો નાખી શકો છો. આશરે એક કિલો કચરામાંથી ૭૦ ગ્રામ જેટલું ખાતર બને છે. જેનો ઉપયોગ ઘરમાં ઉપલબ્ધ છોડમાં નાખી શકાય છે.

સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત તળાવોમાં ભરાશે અબજો લિટર પાણી; જાણો વિગત…

આ સંદર્ભે વધુ વાત કરતાં ભાગ્યશ્રીબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મારા મતે દરેક વ્યક્તિએ કમ્પોસ્ટિંગ કરવું જ જોઈએ અને આપણી ધરતીમાતાને કચરાના બોજથી મુક્ત કરવી જોઈએ.” આપણે વિદેશમાં સફાઈનાં ખૂબ ગુણગાન ગાતાં હોઈએ છીએ, પરંતુ ત્યાંના લોકો જાતે જ સફાઈ રાખે છે એ આપણે પણ શીખવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે ભાગ્યશ્રીબહેન માત્ર મુંબઈમાં જ નહિ, પરંતુ આખા દેશમાં લોકોને આ વિષે જાગ્રત કરવા મથી રહ્યાં છે. તેઓ અનેક જગ્યાએ આ વિશે લૅક્ચર આપવા પણ જાય છે. જો આપ પણ ઘરે જ કમ્પોસ્ટિંગ કરવા ઇચ્છતાં હોવ તો તેમને ૯૮૭૦૦૩૫૧૮૯ પર સંપર્ક કરી શકો છો.

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version